________________
૨૪
સાવધ બનતા ગયે!. મુનિ શ્રી વિજયજીએ પણ અંતકાળ સુધી ગુરુસેવા કરી પેાતાના જીવનને પાવન કર્યું, છેલ્લે સમયે પણ પાસે બેસી સુંદર આરાધના કરાવી. એમ તેના ગુરુશ્રી વિશિષ્ટ આરાધનાપૂર્વકની જીવનયાત્રાને સમાપ્ત કરતા વિ. ૧૯૩૮ના વૈશાખ સુદ ૧૧ના રાત્રિના પ્રથમ પ્રહરે પલાંસવા ગામમાં કાળધર્મ પામ્યા અને મુનિ શ્રીજીતવિજયજીને ગુરુમહારાજના એક અનન્ય આધાર છૂટી ગયા. જો કે ઉત્તમ આરાધક આત્માને મરણજીવન સમાન હેય છે, તથાપિ આશ્રિતોને આશ્રય તૂટી જવાથી તે દુ:ખદ બને છે. મુનિશ્રીતવિજયજીને પણ ગુરુવિરહને સખ્ત આધાત લાગ્યા તે પણ સયેાગની પછી વિયેાગ રહેલા જ છે, અનાદિ જગતમાં કોઈના સબધે! અતૂટ રહ્યા નથી, તે આપણે કાણુ માત્ર ? ' એમ સમજતા તેએશ્રીએ ગુરુમહારાજના નશ્વર દેહતા રાગ છેડીને તેના આત્માને —ગુણનિધિને હૃદયમ ંદિરમાં પધરાવ્યો અને એ રીતે ગુરુસેવાના પ્રભાવે પેાતાનામાં પ્રગટેલા આત્મતત્ત્વના પ્રકાશથી આરાધનામાં સજ્જ બન્ય..
.
·
વિહાર, ચાતુર્માંસ-સ્થળેા અને સાધના—અન્યાન્ય પ્રદેશમાં વિચરવું એ સાધુતાના વિકાસ કરવાનું પરમ સાધન છે, કારણ કે જીવના અનાદિ સ્વભાવ પ્રમાણે તે જે પ્રદેશમાં, ગામમાં, ઘરમાં કે સ્થાનમાં રહે છે ત્યાં અનુકૂળતાના સમત્વથી બંધાઈ જાય છે, માટે જ શ્રીતીર્થંકર દેવેએ છકાય તેની વિરાધનાને સંભવ હોવા છતાં શકય હેય ત્યાં સુધી સાધુને અન્યાન્ય પ્રદેશમાં વિચરવાની આજ્ઞા કરી તેને માટે નવકા વિહારની વ્યવસ્થા રાખી છે. આપણે અનુભવ છે કે કલાક બે કલાક પૂરતું જ્યાં રહેવાનું હેાય ત્યાં અનુકૂળતા પ્રતિકૂળતાને લાંમે વિચાર નથી થતા, પણ એક દિવસ–રાત્રિ જેટલું રહેવાનુ હાય તા તુરત અનુકૂળતાના પ્રશ્ન ખડા થાય છે અને તેથી વધારે રહેવાનુ હાય ત્યારે તે વધારે મથામણુ ઉભી થાય છે. તીર્થંયાત્રા જેવા શુભ ઉદ્દેશથી તીર્થં ભૂમિમાં ગયેલા જીવા પણ એ પાંચ દિવસ રહેવાનું હેાય ત્યાં કેટલીયે સમવડાને શેાધતા થઈ જાય છે.