________________
૧૫
નસૂરિજી અને ૫૮મી પાટે અમારીને વિજયધ્વજ ફરકાવનાર પાદશાહ અક્કબર પ્રતિબંધક જગદગુરુ શ્રીહીરવિજયસૂરિજી થયા. તેઓની પછી અનુક્રમે ૫૯. શ્રીવિજ્યસેનસૂરિજી, ૬૦. શ્રીવિજ્યદેવસૂરિજી, ૬૧. શ્રીવિજયસિંહસૂરિજી, ૬૨. ક્રિધારક પંન્યાસજી શ્રી સત્યવિજ્યજી ગણિવર, ૬ ૩. પં. શ્રીરવિજ્યજી ગણિવર, ૬૪. પં. શ્રીસમાવિજ્યજી ગણિવર, ૬૫. પં. શ્રીજિનવિજયજી ગણિવર ૬૬. પં. શ્રીઉત્તમવિજ યજી ગણિવર, ૬૭. પં. શ્રી પદ્મવિજયજી ગણિવર, ૬૮. પં. શ્રીરૂપવિજયજી ગણિવર, ૬૯, શ્રી કીર્તિવિજયજી ગણિવર, ૭૦. તપસ્વી શ્રીકસ્તુરવિજ્યજી મહારાજ અને ૭૧મી પાટે પં. (દાદાશ્રી)મણિવિજયજી ગણિવર થયા. ૭રમી પાટે તેઓના શિષ્ય શ્રીપદ્મવિજ્યજી મહારાજ અને તેઓના શિષ્ય તે દાદા જીતવિજયજી મહારાજ થયા. આ સિવાય પરંપરામાં નહિ આવેલા એવા પણ સિદ્ધસેનદિવાકરજી, શ્રીધનેશ્વસૂરિજી, શ્રીમલવાદી મુરિજી, શ્રીદેવગિણી ક્ષમાશ્રમણ, શ્રી કાલિકાચાર્યજી શ્રી સત્યમિત્રસુરિજી, યુગપ્રધાન શ્રીજિનભદ્રાણી ક્ષમાશ્રમણ, ચૌદસે ચુંમાલીસ ગ્રંથના પ્રણેતા યાકિની પુત્ર હરિભદ્રસુરિજી, વાચકવર આર્ય શ્રીઉમાસ્વ નિજ, આ શ્રીબ' ભટ્ટસૂરિજી, આ. શ્રીયશે.ભદ્રસુરિજી, નવાંગી ટીકાકાર શ્રી અભયદેવસુરિજી, શ્રીવાદિદેવસૂરિજી, કલિકાલ સર્વજ્ઞ શ્રીહેમચંદ્રસુરિજી, વાચક શ્રીશાંતિચંદ્રસૂરિજી, મહામહોપાધ્યાય શ્રીયશોવિજ્યજી ગણિ આદિ અનેકાનેક મહાપુ થઈ ગયા છે.
પૂર્વાચાર્યોનો ઉપકાર-આ દરેક મહાપુના વર્તમાન શાસન પ્રત્યે વિધવિધ જાતિના અનેકાનેક ઉપકાર છે, જેનું યથારૂપમાં વર્ણન કરવું કઈ રીતે શકય નથી. કોઈ એ પોતાના જ્ઞાનચારિત્રને. અનુપમ વારસો આપ્યો છે, તે કોઈએ રાજસભાઓમાં વાદ કરી મિથદર્શનીઓને પણ જેન બનાવ્યા છે. કેઈએ ક્રોડ સોનૈયાને ત્યાગ કરીને, તે કઈ એ દેવ-દેવીઓના અનુકૂળ–પ્રતિકૂળ ઉપસર્ગો થવા છતાં ચરિત્રમાં દઢ રહીને, કેઈએ અપ્સરાઓ જેવી સતી સ્ત્રીઓના ભેગને તજીને, તે કેઈએ પોતાના લાક્ષણિક ઉપદેશ દ્વારા જગતને