________________
વગેરે પાપકર્મો અશુભ છે અને શાતવેદનીયાદિ પુણ્યકર્મો શુભ છે. શરીરમાં જોઈએ તે બહારને ચામડી વગેરે રૂપવાળો ભાગ સારે અને અંદરને અશુચિ વગેરે ભાગ ખરાબ છે. બહારના ભાગમાં પણ મસ્તકથી નાભિ સુધીને ભાગ શુભ અને તેથી નીચેનો ભાગ અશુભ છે. જો કે આ બધામાં અપેક્ષાઓ છે તે પણ માનવ પિતાના જીવનમાં આ રીતે વ્યવહાર કરી રહ્યો છે અને તેથી આ શુભાશુભપણું વ્યવહાર નથી સમજવાનું છે. સ્વભાવને અંગે પણ “ક્રોધ અને ક્ષમા, ભાન અને નમ્રતા, માયા અને સરળતા, લેભ અને સંતોષ, ઔદાર્ય અને ક્ષણતા, રાગદ્વેષ અને સમતા વગેરે શુભાશુભપણું પ્રગટ છે. આ દરેકનું વર્ગીકરણ કરીએ તો કહી શકાય કે જેટલું સારું યા શુભ છે તે આત્માના ચાન્યરૂપ છે અને ખરાબ યા અશુભ છે તે જડતારૂપ છે.
આત્માનું પથ્થર-શારીરિક ધાતુઓના પોષણ માટે ખેરાકની જરૂર છે તેમ આત્માના ધાતુઓરૂપ જ્ઞાનાદિ ગુણોનું પિષણ કરવા માટે તેના ખોરાકની તેથીય વધુ જરૂર છે. ખોરાક હાજર છતાં ખાધા વિના ભૂખનું દુઃખ મટતું નથી તેમ આત્માની શક્તિ પણ તેને ખેરાક લીધા વિના પ્રગટતી નથી કે તેનું સાંસારિક દુઃખ ઘટતું નથી. એ વાત પણ સ્પષ્ટ છે કે ખોરાક લેવા માત્રથી કામ થતું નથી, પણ પથ્યાપથ્યને વિવેક કરી અપશ્ચના પરિહાર પૂર્વક પથ્ય ખોરાક લેવાથી જ સ્વાશ્ચ પ્રગટે છે. આત્મસ્વાથ્ય માટે પણ એજ નીતિ છે. આત્માના કર્મરોગને નાશ કરવામાં ધવંતરી સરખા શ્રીજિનેશ્વર દેવોએ આત્મસુખ માટે જણાવ્યું છે કે તેઓના વચનમાં શ્રદ્ધા રાખી તેઓના ઉપદેશ (શા) પ્રમાણે અશુભભાવોની મમતા મૂકીને જગતના શુભભાવરૂપ પથ્યને આશ્રય લેવામાં આવે (શુભ વર્તન કરાય) તે કર્મગ અવશ્ય ટળી જાય. જીવ સુખને અથી છે, દુઃખ તેને જોઈતું જ નથી, તે પણ સુખ માટે આજ સુધી બેસુમાર ઉદ્યમે કરવા છતાં તે દુઃખીઅતીવ દુઃખી થાય છે, જગતના અશુભ ભાવરૂપ કુપચનું સેવન કરી તેણે જ પિતાના કર્મોગને વધારી દીધો છે.