________________
૨૬૦
સમે રે, વદી દસમી બુધવાર; રત્ન વિજય ગણિવર તણે રે, એ રચીયે અધિકાર છે. પ્રાણ જીવ ૧૫. તપ-ગચ્છ નાયક સુંદરૂ રે, શ્રી વિજય પ્રભસૂરીદ કિર્તિવિજય વાચક તણે રે, મન વિજય કહે શિષ્યરે. પ્રાણી જીવ. ૧૬. સંપૂર્ણ.
રોટલાની સક્ઝાય સર્વ દેવ દેવમેં, પ્રત્યક્ષ દેવ રેટી, તે વિના તાન માન, સર્વે વાત ટી. ૧. જીનરાજ મુનિરાજ, બડે ધ્યાન ધ્યાવે, ઘડી થાય સોળમી, ગૌચરી સંભારે. ૨. શેઠ બડે શાહુકાર, લખે લાખ હુંડી, ઘડી થાય એળમીતે, આંખ જાય ઉડી. ૩. સંઘ લઈ સંઘવી, પ્રયાણ પંથ કાપે, ઘડી થાય સોળમીતે, મુકામ ઠામ ઝલે. ૪. ચક્રવતી વાસુદેવ પુન્યના છે બળીયા, ઘડી થાય એળમીતે, અંગ જાય ગળીયા. ૫. નિસ્નેહી નગ્ન ભાવે, ભસ્મ અંગ લગાવે, ઘડી થાય સેળમતે, અલખ જગાવે. ૬. ધ્યાન ધરે નાસિકા, ડબક માળા મટી; ઘડી થાય એળમીતે, યાદ કરે રોટી. ૭. પેટ પડે પાટલા તે, સર્વ વાત સૂજે, પેટ પુરણ ઘાસ અન્ન, ગાય ભેંસ દુઝે. ૮. ધન ધન વિતરાગ, રૂષભ દેવ સ્વામી, એક વરસ આહાર, ત્યાગી વંદુ શીરનામી. ૯. વીર વીર મહાવીર, જગત વીર દીપે, ષટ માસ આહાર, ત્યાગી કમ સે જીપે. ૧૦ દીપ વિજ્ય કવિરાજ, અઢી કપ રાજે, છ અઠમ માસ પાસ, ધીર મુનિ ગાજે. ૧૧.