________________
ગુરુજી ગયા. અમારી આશાઓ અધૂરી રહી. પણ એમના ગુણે વિસરે તેમ નથી. ગુણેથી તેઓશ્રી અમારી સામે જીવંત અને જાગ્રત છે. અમારી પ્રાર્થના છે કે ભભવ શ્રી જિનશાસનના આરાધક ઉત્તમ એ ગુરુને અમને વેગ મળે, અને અમે કૃતાર્થ થઈએ.
તેઓના કાળધર્મના વેગે અનેક સ્થળે એ૭, મહેત્સ, ઉજવાયા હતા. રાજનગરમાં ઘુસાપારેખની પિળમાં શ્રી ધર્મનાથજીના મંદિરમાં તેમજ ખંભાતમાં તેમના કુટુંબીજને શ્રી કસ્તુરભાઈ અમરચંદ તરફથી ભવ્ય અઠ્ઠાઈ મહેત્સવ શાંતિસ્નાત્ર સહિત ઉજવાય હતે. : અમે અને બીજા પણ ભવ્ય છે પૂજ્ય ગુરુણીજીના ઉપકાનું અને ગુણેનું વારંવાર સ્મરણ કરી શકીએ એ ઉદ્દેશથી ચાદ રહેલું તે અહીં લેખ રૂપે સંકલિત કરાવ્યું છે. ભવ્ય આત્માઓ તેને વાંચી વિચારી યથાશક્ય લાભ લેશે એવી અમે આશા રાખીએ છીએ.
તેમની પાસે અનેક મુમુક્ષુ આત્માઓએ તેમાં પણ મુખ્યત્વે ઘણીખરી કુમારીકાઓએ ઉચ્ચતમ વૈરાગ્ય રંગને પ્રાપ્ત કરી ચારિત્ર અંગીકાર કર્યું છે તેમનું લિષ્ટ –