________________
(હરિગીત છંદ) નવિ ઢળે સમકિત ભાવના રસ, અમિય સમ સંવરતણે, ષટ ભાવના એ કહી એહમાં, કરો આદર અતિ ઘણે, ઈમ ભાવતાં પરમાર્થ જલનિધિ, હાય નિત્ય ઝકલ એ,
ઘન પવન પુણ્ય પ્રમાણ પ્રગટે, ચિદાનંદ કિલ્લોલ એ. ૬
સમકિતના છ સ્થાનકનું સ્વરૂપ
ઢાલ બારમી (મંગળ આઠ કરી જસ આગળએ દેશી) કરે જિહાં સમક્તિ તે થાનક, તેહનાં ષટવિધ કહીએ રે, તિહાં પહિલું થાનક તે ચેતન, લક્ષણ આતમ લહીએરે; બીરનીર પરે પુદ્ગલમિશ્રિત, પણ એહથી છે અળગો રે.
અનુભવ હંસચંચુ જ લાગે, તે નવિ દીસે વળગોરે. ૧ બીજું થાનક નિત્ય આતમા, જે અનુભૂત સંભારે રે, બાળકને સ્તનપાનવાસના, પૂરવ ભવ અનુસાર રે દેવ મનુજ નરકાદિક તેહના, છે અનિત્ય પર્યાયે રે, દ્રવ્યથકી અવિચલિત અખંડિત, નિજ ગુણ આતમરાયા છે. ૨ ત્રીજું સ્થાનક ચેતન કર્તા, કર્મતણે સંગે રે, કુંભકાર જિમ કુંભતણે જગ, દંડાદિક સગેરે, નિશ્ચયથી નિજ ગુણને કર્તા, અનુપચરિત વ્યવહાર રે,
દ્રવ્યકર્મને નગરાદિકને, તે ઉપચાર પ્રકારે રે. ૩