________________
બચપણથી નિજ બાલિકાને, શુભ સંસ્કારે દેતા, યૌવન વયમાં આવતાં, એ જાતાં પતિને દ્વાર ગુરૂજી ૧ ધર્મપ્રેમી શ્રી કસ્તુરચંદનું, નામ બધે પંકાય, પુત્ર વજેચંદ સાથે ભુરી બેનનું, લગ્ન જીવન જોડાય, ટૂંક સમયમાં શું કાળ,ભુરીબેનને ભરથાર એ ગુરૂજીને ૨ ઝાંઝવાના જલની જેવું, સંસારીનું સુખ, સુખની છાયામાં સંતાયું, જીવનભરનું દુઃખ, સાચું સુખ મેળવવા સારૂં, તજી દીધો સંસાર ગુરૂજી રે ૩. ચાર દીશાએ ચમકી રહેતું ચંપાશ્રીજીનું નામ, દીક્ષા દીધી ભુરીબેનને, પાડયું પ્રભાશ્રીજી નામ, સત્ય અહિંસા સાથે ધાર્યો, સયમને શણગાર . ગુરૂજી . ૪ નિશદિન મગ્ન બનીને અભ્યાસે, મેળવતા સજ્ઞાન, અન્ય જીને ઉપદેશીને, ધરતા આતમ ધ્યાન, બુઝવી દીક્ષા લીધી કેઈને, વિસ્તાર્યો પરિવાર છે ગુરૂજી છે પણ પ્રખર પ્રભાએ જગમાં તપનું, પ્રભાશ્રીજીનું જીવન, અંતિમ સમયે તન દુર્બલ પણ, અવિચલ જેનું મન,
ખરની ઘડીએ પણ ઉરમાં, જિનવરને ઝંકાર . ગુરૂજી ૬ કુર કાળની નેબત વાગી, કાતિક વદી અમાસ, શૈયા પ્રભાશ્રીજી પણ પથરાયે, માનવ ઉર પ્રકાશ, અમર ધામ બેસીને ગુરૂજી, મીટાવજે અંધક્ટર
ગુરૂજી શાસનના શણગાર.