________________
મુજને દોહોલ ઉપજો જે બેસું ગજ અંબાડીએ,
સિંહાસન પર બેસું ચામર છત્ર ધરાય; એ સહુ લક્ષણ મુજને નંદન તારા તેજના,
તે દિન સંભારૂને આનંદ અંગ ન માય. હા. ૪ કરતલ પગતલ લક્ષણ એક હજાર ને આઠ છે,
તેહથી નિશ્ચય જાણ્યા જિનનર શ્રી જગદીશ નંદન જમણું અંઘે લંછન સિંહ બિરાજતો,
મેં પહેલે વને દીઠે વિશવાવીશ. હા. ૫ નંદન નવલા બંધવ નંદિવર્દનના તમે,
નંદન ભેજાઈઓના દેવર છે સુકુમાલ; હસશે ભોજાઈએ કહી દીયર મારા લાડકા,
હસશે રમશે ને વલી ચુંટી ખણશે ગાલ; હસશે રમશે ને વલી હું સા દેશે ગાલ. હા૬
નંદન નવલા ચેડા રાજાના ભાણેજ છે, નંદન નવલા પાંચસેં મામીના ભાણેજ છો;
નંદન મામલીયાના ભાણેજા સુકમાલ; હસશે હાથે ઉછાલી કહીને નાહાના ભાણેજા, * આંખો આંજી ને વલી ટબકું કરશે ગાલ. હા૭ નંદન મામા મામી લાવશે ટોપી અગલાં,
રતને જડીયાં ઝાલર મોતી કસબી કાર નીલાં પીલાં ને વળી રાતાં સરવે જાતિનાં,