________________
૫૪૫
+
, ,
,
હિપ દીવાળીની થાય. સિહારથ તાતા જગત વિખ્યાતા વિશલારવી માત, તિહાં જગગુરૂ જગ્યા સવી દુઃખ વિરપ્પા મહાવીર જિનરાય, પ્રભુ લેઈને ઢીક્ષા કરે હિત શિક્ષા દેઇ સંવછરી દાન, બહુ કમ ખપવા શિવ સુખ લેવા કીધે તપ શુભ થાન. "
વર કેવલ પામી અંતર જામી વ૮ કાર્તિક શુભ રીસ, અમાવાસ્યા જાતે પાછલી રાતે મુગતિ ગયા જગદીસ વલી ગૌતમ ગણધર મોટા મુનિવર પામ્યા પંચમ જ્ઞાન, જ્યાં તત્વ પ્રકાસી, શીલ વિલસી પહેતા મુમતિ નિધાન. ૨
સુરપતિ સંચરીયા રતન ઉરિયા રાત થઈ તીહ કાલી, જન દીવા કીધા કારજ સિહા નિશા થઈ અજવાળી, સહુ લોકે હરખી નજરે નિરખી પર્વ કિયા ટીવાળી, વલી ભજન ભગત નિજ નિજ શકતે જીમે સેવ સુહાળી.
. સિહાયિકા દેવી વિઘ્ન હરેવી વાંછિત કે નિરધારી, કરી સંઘને શાતા જેમ જ માતા, એવી શકિત અપાર; એમ નિ ગુણ ગાવે શિવ સુખ પાવે સુણ જવીજન પ્રાણી, જિનચંદ યતીસર મહામુની સર જપે એવી વાણી. ૪