________________
૩૩૫
૭ શ્રી શાન્તિનાથ જિન રસ્તુતિ. શાન્તિ જિનેશ્વર સમરીએ, જેની અચિરા માય; વિશ્વસેન કુલ ઉપન્યા, મૃગ લંછન પાય; ગજપુર નયરીને ધણી, કંચનવરહ્યું છે કાય; ધનુષ્ય ચાલીસની દેહડી, લાખ વરસનું આય. શાન્તિ જિનેશ્વર સોલમા, ચક્રી પંચમ જાણું કુંથુનાથ ચક્રી છઠ્ઠી, અરનાથ વખાણું એ ત્રણે ચક્રી સહી, દેખી આણંદુ, સંજમ લેઈ મુમતે ગયા, નિત્ય ઉઠીને વંદુ. શાંતિ જિનેશ્વર કેવલી, બેઠા ધર્મ પ્રકાશે; દાન શિયળ તપ ભાવના, નર સેય અભ્યાસે; એરે વચન જિન” તણા, જેણે હૈડે ધરી; સુણતાં સમકિત નિર્મલા, જેણે કેવળ વરીઆ. સમેત શિખર ગિરિ ઉપરે, જેણે અણસણ કીધાં, કાઉસ્સગ ધ્યાન મુદ્રા રહી, જેણે મોક્ષ જ લીધાં જક્ષ ગરૂડ સમરૂ સદા, દેવી નિર્વાણું, ભવિક જીવ તુમે સાંભળે, રિખભદાસની વાણી. ૪
૮ શ્રી નેમિનાથ (ગિરનારજીની સ્તુતિ.
શ્રીગિરનાર શિખર શણગાર, રાજિમતી હૈડાનો હાર, જિનવર નેમિ કુમાર; પુરણ કરૂણા રસ ભંડાર, ઉગાર્યા પશુઓ એ વાર, સમુદ્રવિજય મલ્હાર, મેર કરે મધુરો કેકાર,