________________
નવમો ચક્રવતી પદ્મરે, જસુ હિયડે નવિ છ%. ૨
નમુચિ તસ નામે પ્રધાન, રાજા દિયે બહુ માન; તિણે તિહાં રિઝવી રાય, માગી માટે પસાય. ૩
લીધે ષટ ખંડ રાજરે, સાત દિવસ માંડિ આજ પૂર્વે મુનિશું વિધ્યારે તે કિણે નવિ પ્રતિબો. ૪
તે મુનિ શું કહે બંડારે, મુજ ધરતી સવિ છડે, વિનવીઓ મુનિ મેટા રે, નવિ માને કામે ખોટે. ૫
સાઠ સયાં વર્ષ તપ તપિઓરે, જે જિનકિરીયાને ખપીઓ; નામે વિષ્ણુકુમાર રે, સયલ લબ્ધિને ભંડાર. ૬
ઉઠ ક્રમ ભૂમિ લેવારે, જોવા ભાઈની સેવા ક્યું ત્રિપદી ભૂમિ દાન, ભલે ભલે આવ્યા ભગવાન.
ઇણે વયણે ધડહડીઓર, તે મુનિ બહુ કાપે ચઢિઓ, કીધે અદ્દભૂત રૂપરે, જેયણ લાખ સરૂપ.
પ્રથમ ચરણ પૂર્વે દીધેરે, બીજો પશ્ચિમે કીધે; ત્રીજો તસ પેઠે થારે, નમુચિ પાતાલે ચા. ૯
થરહરીઓ ત્રિભુવન્ન, ખલભલિઓ સવિ જન, સલસલીઓ સુર દિન્તરે, પડી નવિ સાંભલીએ કન્ન. ૧૦
એ ઉત્પાત અત્યંતર, દૂરિ કરી ભગવંત હૈ હૈ શું હવે થાશે રે, બોલે બહુ એક સાસે.
૧૧ કરણે કિનર દેવા રે, કઠુઆ ક્રોધ સમેવા, મધુર મધુર ગાએ ગીત, બે કર જોડી વિનીત. ૧૨