________________
૧૫૪
હાલ ચેથી. આવશ્યક નિર્યુકિતએ, ભાખે મહાનિશીથ સૂરે કષભ વંશ ધુર વરછ આરાધે, શિવસુખ પામે પવિત્ર રે, શ્રી જિનરાજ જગત ઉપકારી–એ અકણી. 1 એ તિથિ મહિમા વીરજી પ્રકાશે, ભવિક જીવને ભાસે, શાસન તારું અવિચલ રાજે, દિન દિન દેલત વાધેરે. શ્રી૨ ત્રિસલા નંદન દેશ નિકંદન, કર્મ શત્રુને જીત્યારે, તીર્થકર મહંત મહર,દોષ અઢારને વર
જ્યારે, શ્રી ૩ મન મધુકર જિનપદ પંકજ લીને, હરખી નિરખી પ્રભુ ધ્યાઉંરે, શિવકમલા સુખ દીયે પ્રભુજી, કરૂણાનંદ ૫દપાવું રે. શ્રી ૪ વૃક્ષ અશોક સુર કુસુમની વૃષ્ટિ, ચામર છત્ર વિરાજે; આસન ભામંડલ જિન દિપે, દુંદુભી અંબર ગાજેરે. શ્રી. ૫ ખંભાત બંદર અતિ મનોહર, જિનપ્રાસાદ ઘણા સેહિએરે; બિંબ સંખ્યાનો પાર ન લેવું, દર્શન કરી મન મોહિએરે. શ્રી૬ સંવત અઢાર ઓગણચાલિસ વર્ષે, આધિન માસ ઉદારે, શુકલપક્ષ પંચમી ગુરૂવારે, સ્તવન રહ્યું છે ત્યારેરે. શ્રી ૭ પંડિત દેવ સેભાગ્ય બુદ્ધિ લાવણ્ય, રત્ન સૌભાગી તેણે નામરેક બુદ્ધિ લાવણય લીઓ સુખ સંપૂર્ણ શ્રી સંઘને કેડ કલ્યાણરે. શ્રી ૮
૬ મૌન એકાદશીનું સ્તવન.
- ઢાળી પહેલી
(વૈરાગી થયે–એ દેશી.) પ્રણમી પૂછે વીરને, શ્રી ગોયમ ગણરાય, મૃગશિર સુદિ એકાદશી, તપથી શું ફલ થાય;