________________
[૨૪] ધર ધર્મ નિધાન, શાંતિનાથ છત્રીશ પ્રધાન. પા કુંથુ જિનેશ્વર કહું પાંત્રીશ, અરજિન આરાધે તેત્રીશ; મલ્લી અઠ્ઠાવીશ આનંદ અંગ, મુનિસુવ્રત અષ્ટાદશ ચંગ. દા નમિનાથ સત્તર સંભાળ, એકાદશ નમે નેમિ દયાળ; દશ ગણધર શ્રી પાર્શ્વકુમાર, વર્ધમાન એકાદશ ધાર. એ છ એ સર્વ મળી સંખ્યા એ સાર, ચૌદસે બાવન ગણધાર; પુંડરીક ને ગૌતમ પ્રમુખ, જસ નામે લહીએ બહુ સુખ. | ૮ | પ્રહ ઉઠી જપતાં જય જયકાર, ઋદ્ધિ વાંછિત દાતાર; રત્નવિજય સત્યવિજય બુધરાય, તસ સેવક વૃદ્ધિવિજય ગુણ ગાય. ૯ છે .
ઉપદેશક ચૈત્યવંદન. ક્રોધે કાંઈ ન નીપજે, સમક્તિ તે લુંટાય; સમતા રસથી ઝીલીએ તે વેરી કેઈ ન થાય. ૧ | વહાલા શું વઢીએ નહીં, છટકી ન દીજે ગાળ; શેડે થોડે ઠંડીએ, જિમ છેડે સરેવર પાળ. | ૨ | અરિહંત સરખી ગોઠડી, ધર્મ સરીખે સ્નેહ; રત્ન સરીખાં બેસણાં, ચંપક વણું દેહ. છે ૩ છે ચંપકે પ્રભુજી ને પૂછયા, ન દીધું મુનિને દાન, તપ કરી કાયા ન શોચવી, કીમ પામશે નિર્વાણ. . ૪ કે આઠમ પાખી ન ઓળખી, એમ કરે શ થાય; ઉન્મત્ત સરખી માંકડી, ભય ખણંતી જાય. | ૫ | આંગણુ મોતી વેરીયા, વેલે વિંટાળી વેલ; હીરવિજય ગુરૂ હીરલ, મારૂં હૈ રંગની રેલ. છે ૬ છે