________________
વિશસ્થાનકાદિ નાના પ્રકારના વ્રતો યોગ્યતાએ નિયમ કર્યા હતા અમદાવાદના ચોમાસા વેલા પણ દિક્ષાઓ ધામધુમથી મહોત્સવ સહિત અપાવવામાં આવી હતી. વિજાપુરમાં બાળબ્રહ્મચારી બાઈને દિક્ષા બડા આડંબરથી અપાઈ હતી. બાદ ત્યાંથી ડીસામાં આવીને સત્તર છોડ” નું મહાન ઉજમણાને ઉપદેશ દઈને તુર્તમાં પ્રસંગ મેળવ્યો હતો. રાધનપુરમાં એક ભાગ્યવંત ભાઈની દિક્ષા વખતે શ્રેષ્ઠતાવાળી ધામધુમ થઈ હતી. શ્રી ભાભરમાં “માસક્ષમણાદિ ઉગ્ર તપસ્યા થઈ હતી. તેથી બીજા અનેક કાર્યો થયા, અને શાસનને સારે ઉદ્યત થયો હતો. વળી ભીમાસરમાં બે ભાઈઓની, અને માંડવીમાં બે બાઈઓની દિક્ષા પણ મોટી ધામધુમથી ઉજવાવા પામી હતી. તથા માંડવીનાજ વત્નિ નાથાભાઈ તથા તેમના પત્નિ લક્ષ્મિબાઈએ ચોથુંવત ઉચરીને તે પ્રસંગે અઠ્ઠાઈ મહેત્સવમાં સમવસરણની રચના કરીને નિજ લક્ષ્મિને સદ્વ્યય કર્યો હતો. અને ૬૪ પહેરના પૌષધ કરાવ્યા હતા. હે મહાનુ ભાવો ! ઉચ્ચગતિના જીવની લીલાને કયાંઈ પાર છે? કેમકે સઘળા ચોમાસામાં ભવ્યછને મુકિત મહેલના નજિકના દરવાજા તરફજ ખેંચ્યા છે. સઘળે છત મેળવીને નામને સાર્થક કર્યું તે આનું નામ કહેવાય. વળી ફતેહગઢમાં શ્રેષ્ઠી દીપચંદ ગઢેચાને પ્રતિબોધી “ઉપધાન” વહેવરાવ્યા. તથા છરીમ પાળતા શ્રી સિદ્ધાચળજીને સંઘ કઢાવ્યો. અને ભીમાસરમાં એક બાઈને ધામધુમથી દિક્ષા આપી હતી. આ પ્રમાણેના કોઈપણ કાર્યના વખતે બિલકુલ વિઘની નડતર થઈ નથી. તેજ તેમની પુન્યાઇ ભરી જીત થવા પામી છે.
ચમત્કાર કે પુરાશીનું પ્રગટવું ! ? ગ્રામાનું ગ્રામ વિચરતા વિચરતા “આંબેડી ગામે આવ્યા. ત્યાં એક ઘણા વખતથી લંગડે “ જેટ ગુલાબચંદ નામને ગરીબ
+ છરિકારના નામ બ્રહ્મચારી (૧). પાદચારી (૨). દેતંકવાદી (૩). સચિત પરિહારી (૪), ભુંઈ સંથારી (૫). એક અહારિ (૬).