________________
બાંધે લપુક હેવાથી સર્વને પ્રિય થઈ પડે તેમાં નવાઈ નથી. ઉભા થઇ ચાલતા શિખ્યા ઉકાઇ શેઠ આ પુત્રના જન્મ પછી વેપારમાં અને સુઈ જતમાં વૃદ્ધિ પામતા હોવાથી મહાજનના મેટાઓની ગણત્રીમાં જોડાયા. જયમલ્લકુંવરની વય પાંચથી–સાત વર્ષની થઈ. આ ઉમ્મર ગોઠિયા-મિત્ર સાથે રમત ગમ્મતમાં પસાર કરવાથી ખાસ જરૂર હવે તેને નિશાળે ભણવા બેસાડવાની છે.
જયમલ્લનું નિશાળે ભણવા જવું સાત વર્ષની વયે જયમલને નિશાળે ભણવા બેસાડ્યા. આ સમયે ગામઠી નિશાળે ચાલતી હોવાથી થોડાજ અરસામાં ક્ષય પશમના બળે પૂર્વ કર્માભ્યાસથી વેપારી વર્ગનું કામકાજ કરી શકે તેટલો સારો વિદ્યાભ્યાસ થયો. અને સર્વે નિશાળિયામાં “વડાનિશાળિયા” તરિકે માસ્તરે સ્થાપ્યા. માસ્તરને પણ પ્રેમ મેળવ્યું. પાંચ વર્ષમાં તે “બુદ્ધિનું એક નિધાન” હેયનિ શું! તેવા લાયકને ગુણ થયા.
“લગ્ન કરવાને માબાપની ઉમેદ' માબાપને હવે સંસારી લાહે લેવાનું મન થયું. તેથી જ્ઞાતિમાં કોઈ સારી કન્યા જોડે જેમલના “પાણું ગ્રહણ” ની વાત ચાલતી હતી. તેટલામાં અણધારેલ બનાવ બની આબે, તેથી તે વાત તુર્ત માટે બંધ રહી.
“આંખને દુખાવો અને અંધત્વ પ્રાણી કર્મ પાસે કેઈનું ચાલતું નથી. આંખોને દુઃખાવો મટાડવાને માબાપે અનેક પ્રકારના ઉપચાર કર્યા. પરંતું કઈ રીતે આરામ નજ થયો. પોતે અને સંબંધી વર્ગ આ પીડાથી બહુ દિલગીર થયા. પણ કરે શું? ! ઉદય આવેલ કર્મ અવશ્ય જીવે ભોગવવાનું છે. એમ ધારીને ધર્મ બુદ્ધિવંત જયમલે એક મહાન અભિગ્રહ ધારણ કરી લીધે.