________________
tહર ]
શ્રી ગૌતમ પદ પૂજા. છઠ્ઠ છઠ્ઠ તપ કરે પારણું, ચઉનાણુ ગુણધામ; એ સમ શુભ પાત્ર કે નહિં, નમે નમો ગોયમ સ્વામ. ૧૫
શ્રી જિન પદ પૂજા. દેષ અઢારે ક્ષય ગયા, ઉપના ગુણ જસ અંગ; વૈયાવચ્ચ કરીએ મુદા, નમે નમે જિનપદ સંગ ૧૬
શ્રી સંયમ પદ પૂજા. શુદ્ધાતમ ગુણમેં રમે, તજી ઇદ્રિય આશંસ; સ્થિર સમાધિ સંતોષમાં, જય જય સંયમ વંશ. ૧૭
શ્રી અભિનવ જ્ઞાન પદ પૂજા. જ્ઞાન વૃક્ષ સેવા ભવિક, ચારિત્ર સમક્તિ મૂલ; અજર અગમ પદ ફળ લહે, જિનવર પદવી પુલ. ૧૮
શ્રી શ્રુત પદ પૂજા. વક્તા શ્રીતા યોગથી, શ્રુત અનુભવ રસ પીન; ધ્યાતા દયેયની એકતા, જય જય શ્રુત સુખ લીન. ૧૯
શ્રી તીર્થ પદ પૂજા. તીરથ યાત્રા પ્રભાવ છે, શાસન ઉન્નતિ કાજ; પરમાનંદ વિલાસતાં, જય જય તીર્થ જહાજ. ૨૦