________________
અચલા દેવી મહેલ પર ચઢયા અને પ્રજાજનનાં દુઃખ પરિતાપ દૂર કરવા શુદ્ધ ભાવથી આ સ્તંત્રની આરાધના કરવા માંડયાં.
(૩૪) જયાં રાજમાતાએ આ ઑાત્ર ભણવા માંડયું કે મહામારી-મરકી, આગ, શિલાવૃષ્ટિ, ભૂકંપ, સર્પવૃષ્ટિ, વૃશ્ચિકવૃષ્ટિ, નદીઓના પ્રલયનાં તાંડવ જગાવતાં પૂર, આધિનાં તેફાન, ઝેરી વાયુ, વજપાત, વિજપાત, વીજળીના ભયંકર કાટકા, આ સર્વ ઉપદ્રવે એક પછી એક પલાયમાન થઈ ગયા. સર્વત્રણે લેકમાં શાંતિનું સામ્રાજ્ય સ્થપાયું અને રિદ્ધિસિદ્ધિ અને સંપત્તિને પ્રાદુર્ભાવ થયે.