________________
૫૮ ]
શ્રી જિનેન્દ્ર સ્તવનાદિ કાવ્યસંદેહ–બીજો ભાગ જિનવર મલ્લી જય જયકારી, નખરી વાત નિવારી રે દાનવિજય પ્રભુ છે દાતારી, સંપત્તિ આપે સારી રે.
પામ્યા૫ ૨૦. શ્રી મુનિસુવ્રત જિન સ્તવન
(દુ:ખ દેહગ દૂરે ત્યાં રે) શ્રી મુનિસુવ્રત સાહિબા રે, તુજ વિણ અવર કે દેવ, નજરે દીઠે નવિ ગમે છે, તે કિમ કરિયે સેવ.
જિનેસર ! મુજને તુજ આધાર. નામ તુમારૂં સાંભરે રે, સાસમાંહી સે વાર
જિનેસર ! ૧ નીરખ્યા સુર નજરે ઘણું રે, તેહશું ન મિલે તાર; તારતાર મિલ્યા પખે રે, કહે કિમ વાધે પ્યાર.
જિનેસર !૦ ૨ અંતર મન મિળિયા વિના રે, ન ચઢે પ્રીતિ પ્રમાણ પાયા વિણ કિમ સ્થિર રહે રે, મોટા ઘર મંડાણ.
જિનેસર!. ૩ જોતાં મૂરતિ જેહની રે, ઉલસે નજર ન આપ; તેહવાશું જે પ્રીતડી રે, તે સામે સંતાપ.
જિનેસર ! ૪ તિણે હરિહર સુર પરિહરી રે, મન ધરી તાહરી સેવ; દાનવિજય તુમ દરિશને રે, હરખિત છે નિત્યમેવ.
જિનેસર !. ૫