________________
શ્રી જિનેન્દ્ર સ્તવનાદિ કાવ્યસંદેહ–બીજો ભાગ
(૨૫) કળશ
(રાગ ધનાશ્રીઃ ગાયે ગાયો રે) ગાયા ગાયા રે, મેં તે, જિનગુણ રંગે ગાયા; અવિનાશી પ્રભુ એળગ કરતાં,
આનંદ અંગ ઉપાયા રે. મેં. ૧ ધ્યાન ધરીને જિન જેવીસે, જેહ નરે નિત્ય ધ્યાયા; પરગર પંચમગતિના ઠાકુર, તે થયા તેજ સવાયા છે. મેં. ૨ આ ભવ પરભવ વળીય ભવભવ, અનંત અનંત જિનરાયા; અનંત લીલામેં જે જઈ વસિયા,
તે મારે મન ભાયા રે. મેં. ૩ મુનિ શશિ શંકર લોચન, પર્વત૬ વર્ષ સહાયા; ભાદે માસની વદિ આદ્યા ગુરૂ, પૂર્ણ મંગલ વરતાયા રે. મેં૦૪ રાણકપુર મેં રહીયે ચેમાસું, જગ જસ પડહ વજાયા; દિન દિન ચડત કલા થઈ જાણે,
હૃદયકમલ જિન ધ્યાયા રે. મેં. ૫ ભવ-દુઃખ-વારક સકલ ભટ્ટારક, શ્રીહીરવિજય સૂરિરાયા; તસ શિષ્ય શુભવિજય પયસેવક,
જયવિજય જસ લાયા રે. મેં ૬ શિષ્ય સુખકર નિત્ય વિજય બુધ, જીવવિજય સુપસાયા; છવણુવિજયે જિન જેવીસે,
ગાતાં નવનિધિ પાયા રે. મેં ૭