________________
૪૧૨ ] શ્રી જિનેન્દ્ર સ્તવનાદિ કાવ્યસંદેહ–બીજો ભાગ તુમ વયણ સુણીને સ્વામી, વૈરાગ્યદશા મેં પામી હવે કહું છું હું શિર નામી, સંયમ લેઈશ શિવગામી છે. સ્વા. ૧૭ ધન ખરચી ધર્મને ઠામ, રતનાવળી તે અભિરામ; નિજ નૃપને આપી તામ, હવે સંયમ લેવા કામ હો. સ્વા. ૧૮ આવી તે સાધુની પાસે, સંયમ લેઈ ઉલ્લાસે; ભવજલ તરવાની આશે, ત્રિવિધ પાળે વિશ્વાસે છે. સ્વા. ૧૯ સાધુ સુવિધે સંયમ પાળે, તે નિજ આતમ અજુવાળે; ભવ છોડી મોક્ષને ભાળે, ઈમ નિજ કર્મને ટાળે છે. સ્વા૦ ર૦ વ્રત લેઈ યૌવન વેશે, ગામાગર નગર પ્રદેશે; વિચરે તે દેશ વિદેશ, ગુરુ સાથે સુવિશેષ છે. સવાટ ૨૧ કુખીસંબલ જે ધારી, સચિત્ત વસ્તુ પરિહારી; બેંતાલીસ દોષ નિવારી, એષણિક આહાર લે વિચારી છે. સ્વાહ ૨૨ નિરતિચારે વ્રત પાળે, દૂષણ જે દૂરે ટાળે; પંચ સમિતિ વળી સંભાળે, ધર્મે કરી અંગ પખાળે છે. સ્વા. ૨૩ ક્રોધાદિક વૈરી જેહ, રાગદ્વેષનાં બંધન બેહ; ત્રિવિધ જીતીને તેલ, વિચરે તે મુનિ ગુણગેહ હે. સ્વાર૪ ત્રણ ગુપતિ સદા જે ધારે, છ કાયની હિંસા વારે; વળી વિષય સદા પરિહારે, તપે કરી આતમ તારે છે. સ્વા. ૨૫ ઈશું પરે સુરપ્રિય મુનિ તેલ, આણે નિજ કર્મને છે; ઢાળ બેતેરમી સુણે એહ, કહે ઉદયરતન સનેહ હે. સ્વા. ૨૬
ઢાળ તેરમી
દેહા-સેરડી સંયમ પાળે સમાધિ, વિહાર કરતાં વેલી; સુરપ્રિય નામે સાધ, સુસુમાપુરે આ સહી. ૧ ઊભો પુર ઉદ્યાન, શિલાપટ ઉપર સાધુ તે; ધરી મન નિશ્ચલ ધ્યાન, કાઉસ્સગ મુદ્રાએ કરી. ૨