SearchBrowseAboutContactDonate
Page Preview
Page 406
Loading...
Download File
Download File
Page Text
________________ E વિભાગ અગિયારમે ઃ અષ્ટપ્રકારી પૂજાને રાસ [ ૩૭૫ ઈમ સુણીને નરપતિ ભણે, ઉત્તમ કીધે ઉપગાર; તુમ સાન્નિધ્યે તાતજી, સફલ થયો માહો અવતાર. પા૦ ૯ શ્રી જિન ધર્મમાં આજથી, ઉદ્યમ કરવો નિરધાર; ઇમ પ્રતિબોધી પુત્રને, દેવ - દેવલોક મોઝાર. પા. ૧૦ સુરનરનાં સુખ ભોગવી, જિનપૂજા બળે હળી તેહ; સિદ્ધિ ગયો ભવ સાતમે, સાંભળ રાજન! ધરી નેહ. પા૧૧ ઈમ જાણું વિધિશું સદા, ભવિ ભાવ ધરી મનમાંહિ; શ્રી જિન આગે ઢળજે, મનશુદ્ધ નિવેદ્ય ઉચ્છહિ. પા. ૧૨ પૂજા શ્રી જિનરાજની, ભકતે કરજે ભાગ્ય વિશાળ; ઉદયરતન કહે સાંભળે, પંચાવનમી ઢાળ રસાળ. પા. ૧૩ ઢાળ છપનમી દેહા-સેરઠી કેવલી કહે સુણ રાય, હરિચંદ્ર હરખે કરી; જે પૂજે જિન પાય, શિવસુખ પામે તે સહી. ૧ પૂજે પૂરે હાથ, જે જિનને જપે કરી; મુગતિવધૂ મન સાથ, ધ્યાન સદા તેહનું ધરે. ૨ ઊલટ આણી ઉર, જિન પૂજે જુગતે સદા; પામે તે સુખ પૂર, દુરગતિને દૂર કરે. ૩ સુંદર ફળ શ્રીકાર, ઉત્તમ વૃક્ષનાં ઊપનાં; નેહેશું નરનાર, જિનવર આગે જે ધરે. ૪ સફળ ફળે સુખવેલી, ફળપૂજાના ફળ થકી; ગુણ ગાયે તસ ગેલિ, અમરવધુ ઊલટ ધરી. ૫ શુક્યુગલ શિવલાસ, વળી વનિતા જિમ દુર્ગતા; વારુ લીલ વિલાસ, પામ્યા ફળપૂજા થકી. ૬ ઊલટ આણુ તું અંગ, વિજયચંદ કેવળી કહે; સાંભળ મનને રંગ, કથા તેહની. તુજને કહું. ૭
SR No.032141
Book TitleJinendra Stavanadi Kavya Sandoh Part 02
Original Sutra AuthorN/A
AuthorPrachin Maha Purush
PublisherVijaydansuri Jain Granthmala
Publication Year1957
Total Pages456
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy