________________
૨૭૪ ]
શ્રી જિનેન્દ્ર સ્તવનાદિ કાવ્યસંદેહ–બીજો ભાગ અનાદિક તિહાં ભરાવી રે, ચોકી ચિહું દિશિ રખાવી રે; રાણીશું માંગી શીખ રે, ભરી નગર ભણી તે વીંખ રે. ૮ પ્રજાને કહ્યો તેણે કીધે રે, વનવાસ રાણીને દીધું રે; રાજા ફરી મહેલમાં આ રે, પણ મનમાં મહાદુઃખ પાયો રે. ૯ અશનાદિક તેહને ન ભાવે રે, મંત્રીશ્વર મળી સમજાવે રે, સિંહધ્વજ કરે બહુ સોસ રે, સહુ કર્મને દિયે દેસ રે. ૧૦ હવે મદનાવલી વનવાસે રે, એકલી રહે આવાસે રે; રાજા પ્રજા ને પ્રધાન રે, તેહનું પામી અપમાન રે. ૧૧ મુને સહુકો કરતે જીજી રે, તુંકારે ન દેત કે ખીજી રે; કમેં કાઢી હું વનમાં રે, મદનાવલી ચિંતે મનમાં રે. ૧૨ કિહાં માતા પિતા ને ભ્રાત રે, સાહેલીને કિહાં સાથ રે કમેં સહુમાંથી કઢાવી રે, લેઈ વનમાંડી વસાવી રે. ૧૩ વલ્લભને પડો વિગ રે, જેજે કર્મ તણું એ ભેગ રે; મહાદુઃખ ભરે ચિંતે એહ રે, ધિક્ ધિક્ જીવિત મુજ એહ રે. ૧૪ પૂરવ ભવ પાપને ભેગે રે, દુઃખ પામી તેહને જેગે રે, મહા દુસહ અવસ્થા લાધી રે, દેહથી દુરવાસના વાધી રે. ૧૫ દારુણ નિર્દય મહાકર્મ રે, પૂરવે મેં કર્યો અધર્મ રે; કઈ કર્મ વિપાક સંજોગે રે, તન વિણઠે દુરગંધ ગે રે. ૧૬ ભગવ્યા વિણ કર્મ ન છૂટે રે, વિલાપ કરે નવિ ખૂટે રે; કરી કર્મ કેહને કહિયે રે, ઉદયે આવ્યાં તે સહિયે રે. ૧૭ પશુ પંખી રે જાય રે, દુરવાસ કેણે ન ખમાય રે, તેહ મંડલમાં કેઈ નાવે રે, દુરગંધી દૂરે જાવે રે. ૧૮ પ્રાણી માત્ર પલાયે દૂર રે, મદનાવલી મનમાંહી રે રે, એણી પેરે અટવીમાંહી રે, નિર્ભય દુઃખ દેખે ત્યહિ રે. ૧૯ મહાકષ્ટ જાયે છે કાળ રે, એ તે કહી તેરમી ઢાળ રે; ઉદયરતન કહે ઈમ વાણી રે, કીધાં કર્મ ન છૂટે પ્રાણ રે. ૨૦