________________
વિભાગ નવમો : સજઝાય સંગ્રહ
[ ૨૦
પદ્માસન ધરી નિશ્ચલ બેસણું, ધરશું આતમ ધ્યાન; ગુણઠાણાની રે શ્રેણી ચઢી કરી, સાધશું મેક્ષનું ઠામ.
ધન ધન ૭, કરી સંલેષણ અણસણ આદરી, નિ રાશી રે લાખ; મિચ્છામિ દુક્કડ સર્વ પ્રતિ, દેશું સદ્દગુરુ સાખ.
ધન ધન ૮ મેટા મુનિવર આગે જે હુઆ, સમરી તસ અવરાત; પરિષહ સહશું રે ધીરપણું ધરી, કરશું કરમને ઘાત.
ધન ધન૦ ૯ વાધર વીંટી રે કેળા નીસર્યા, ધન્ય મેતારજ સાધ; બંધક શિષ્ય ઘણું પીલિયા, રાખી સમતા અગાધ.
ધન ધન, ૧૦૦ માથે પાળી કરી સગડી ધરી, ભરિયા માંહી અંગાર ગજસુકુમાલે રે શિર બળતું સહ્યું, તે પામ્યા ભવ પાર.
ધન ધન૧૧ સિંહ તણી પેરે સામા ચાલિયા, સુકેશલ મુનિરાય, વિરૂઈ વાઘણ ધસતી ખાયવા, વોસિરાવી નિજ કાય.
ધન ધન ૧૨. દેવ પરીક્ષા ૨ કરતાં વળી વળી, ચક્રી સનતકુમાર; રેગે પડ્યો રે વરસ તે સાતસે, ન કરી દેહની સાર.
ધન ધન ૧૩. નિશદિન એવી રે ભાવના ભાવતાં, સરે નિજ આતમ કાજ; મુનિ વિજયબુદ્ધ બેલે પ્રેમશું, ભાવના ભદધિ જહાજ.
ધન ધન ૧૪