________________
૨૦૨]
શ્રી જિનેન્દ્ર સ્તવનાદિ કાવ્યસંદેહ–બીજો ભાગ પંચ પ્રમાદ ત્યજી કરે પૌષધ, પારણે નિત્ય નિત્ય દીજે; સુપાત્રદાન કરે ગુરુસેવા, શિવસુખનાં ફળ લીજે.
હે ધન્ય ધન્ય ૬ ભાંગા ભલા એગણપચાસે, વ્રત બારે અંગ ધારે; સાંજ સવારે કરે પડિકમણું, ચૌદ નિયમ સંભારે.
ધન્ય ૭ કર્માદાન પન્દરે પચ્ચકખી, અભક્ષ્ય બાવીસને ટાળે, ખે ચિત્તે ગુરુને વાંદી, માનવભવ અજવાળે.
હે ધન્ય ધન્ય- ૮ સશુરુ વયણ સાંભળે સાચાં, સિદ્ધાન્ત સૂત્ર વંચાવે; પ્રવચન પ્રભાવના વિધિપૂર્વક, ધર્મધ્યાન કરે ભાવે.
| હે ધન્ય ધન્ય ૯ નવકારવાળી ગણે ચિત્ત નિર્મળ, સામાયિક શુદ્ધ પાળે; શીલવ્રતધારી વિવિધ તપતાની, કરે સક્ઝાય નિત્ય કાળે.
હે ધન્ય ધન્ય ૧૦૦ સંવત સત્તર ઓગણપચાસે, માંગરોળ નગર ચેમાસે, તીર્થકર પચીસમે શ્રીસંઘ, તસ ગુણગણ ઈમ ભાસે.
ધન્ય ધન્ય ૧૧ ૫. શ્રી રોહિણું તપ સક્ઝાય
(સ્વામી! તમે કાંઈ કામણ કીધું) વંદે હિયડે હરખ ધરેવી, રોહિણી નામે વિદ્યાદેવી; સાંભળે સસનેહી ભવિયાં! સાંભળો ગુણગેહી,