________________
વિભાગ ૨ : પ્રકીર્ણ સ્તવને
[ ૮૩ કુડા એ કળિકાળમાં રે, સાચે તેહિ જ સ્વામી; ભક્તવચ્છલ ભલે ભેટિયે રે, સફળ પાઉં તુજ નામી.
હો પ્યારા ૨ ભમતાં ભવની શ્રેણીમાં રે, દીઠા દેવ અનેક; પણ મુક્તિદાયક પેખે રે, અંતરજામી તું એક.
હે પ્યારા૩ સિદ્ધાચલની સેવના રે, સૂરજ કુંડનું સ્નાન; પુણ્ય હોય તે પામિયે રે, ગેલશું જિનગુણગાન,
હો યારા. ૪ ઢાળ સાતમી વાટ વિષમ ઓળંગીને રે પ્રભુજી,
લૂનાં લેહરાં લેત, મુજરો છે મારે. આરતિ ને ઉજાગરા રે પ્રભુજી, આતપ સહિયા અપાર; મુજરો તે ગયા સર્વ વિસરી રે પ્રભુજી !, દેખતાં તુમ દેદાર.
મુજ૧ પાય અણુવાણે પંથમાં રે પ્રભુજી!, કંટક ભાંગ્યા કેડ; મુજ હવે કરમના કાંટા નીસર્યા રે પ્રભુજી!, ભાંગી માહરા ભવની ખેડ.
મુજરો૨ ઢાળ આઠમી રયણમય જડિત રૂડી આંગિયાં અનૂપ,
કેસર કુસુમ કેરે, રૂડે બજે રૂ૫; દેખી આદિ જિન આજ,
રૂપ તેરો મન મેરા, મગન્ન ભયે રાજ. ૧