________________
૭૬ ] શ્રી જિનેન્દ્ર સ્તવનાદિ કાવ્યસંહએ ભાગ રવિ ઉદયે જગ પંકજ વના, વિકસત છૂટાં અલિબંધના હોય નિદ્રિત જે નિજ વેચના, આતમહિત મન આલેચના.
વિમલા ૨ ચંચલએ તન ધન જેવા, અબ શરણ ન મેકે જિનજી વિના ચહે સકલ સદા નિજ જીવના, કરી વિનય ભજો જગજીવના.
વિમલા. ૩ ૧૨. શ્રી સિદ્ધાચલજીનું સ્તવન
(ભવિકા! સિદ્ધચક્ર પદ વંદો) સિદ્ધગિરિ મંડન પાય નમીજે, રિસફેસર જિનરાય; નાભિ ભૂપ મરુદેવી નંદન, જગત જંતુ સુખદાય રે. સ્વામી ! તુમ દરિશન સુખકાર; તુમ દરશનથી સમકિત પ્રગટે, નિજ ગુણદ્ધિ ઉદાર રે. ૧ ભારે કરમી પણ તે તાર્યા, ભવજલધિથી ઉગાર્યા, મુજ સરીખા કિમ નવિ સંભાર્યા, ચિત્તથી કિમ ઉતાર્યા રે.
સ્વામી. ૨ પાપી અધમ પણ તુમ સુપસાથે, પામ્યા ગુણ સમુદાય અમે પણ તરણું શરણ સ્વીકારી, મહેર કરો મહારાય! રે.
સ્વામી, ૩ તરણ તારણ જગમાંહી કહા, હું છું સેવક તારે અવર આગળ જઈને કેમ જાચું, મહિમા અધિક તુમારે છે.
સ્વામી ૪ મુજ અવગુણ સામું મા જીવે, બિરૂદ તમારું સંભાળે; પતિતપાવન તુમ નામ ધરા, મેહ વિડંબના ટાળો રે.
સ્વામી ૫