________________
અનારક્ષ્મી અને અકિંચન હોઈ તેઓ માટે સંસારતારક અને મેક્ષપ્રાપક શ્રી જિનેશ્વરદેવોએ એકલી ભાવભકિત જ ઉપદેશી છે. એ મહાત્માઓને દ્રવ્યભક્તિ કરવાના મનોરથ ન થવા જોઈએ અને થાય તો તેમાં તેઓ માટે ગુણની ઉણપ લેખાય છ ગુણસ્થાનકે રહેલા મહાત્માઓ માટે જ્યારે આ વાત છે ત્યારે મેક્ષરૂચિ, સમ્યક્ત્વ અને દેશવિરતિ પરિણામમાં રમતા આ તમાઓને મોક્ષમાર્ગના સ્થાપક શ્રી જિનેશ્વરદેવની પિતાની શકિતને અનુરૂપ દ્રવ્યભકિત કરવાના પણ સુંદર સુંદર મનોરથ ન જન્મ અને યથાશકિત એનો અમલ ન કરે તે એમના એ ગુણમાં પણ ઉણપ ગણાય. જ્યાં પિત પિતાના અધિકાર મુજબ વર્તવાનું હોય ત્યાં શ્રાવકને દ્રવ્યભકિતનો અધિકાર અને સાધુઓને કેમ નહિ? આવા પશ્નને અવકાશ રહેજ નથી. એકજ વૈદ્ય એકને ખાવાનો નિષેધ કરે છે અને બીજાને મન ફાવે તેવી તેવી ચીજો ખાવા ખાસ ભલામણ કરે છે, ત્યાં પ્રથમનો દદી કહે કે- “મને ખાવાની મના કરે છે અને આને ખાસ ખાવાની ભલામણ કરે છે માટે તમે પક્ષપાતી છે” આમ કહેનારને વેદ્ય કહે છે કે- “ગાંડા! આમાં પક્ષપાત નથી તારે નિરોગી થવું હોય તે હું કહું છું તેમ કર” આજ રીત ભાવરોગને દૂર કરવા ધવંતરી સમા શ્રી જિનેશ્વરદેવા માટે સમજવી અતિશય જરૂરી છે. જે આ વાત બરાબર સમજાઈ જાય તો બેટી વિકલ્પજાળ ઉઠે જ નહિ અને કદાચ ઉકે તો પણ સ્વયં વિરામ પામી જાય.
દ્રવ્ય અને ભાવભકિતમાં ભાવભકિત મુક્તિની સાધિકા છે અને ભાવભકિત લાવવા માટે કરાતી દ્રવ્યભક્તિ ભાવભક્તિને લાવનારી છે એટલે દ્રવ્યભકિત પરંપરાએ મુક્તિની જ સાધક બને છે. ઉપરોકત બન્ને પ્રકારની વાસ્વવિક ભકિત,