________________
શ્રી જિનેન્દ્ર સ્તવનાદિ કાવ્ય સંદેહ.
(૧૧) શ્રી શ્રેયાંસનાથ જિન સ્તવન,
(સાહેલા હે કંથ જિનેસર દેવ–એ દેશી ) નાયકજી હે, શ્રી શ્રેયાંસ જિર્ણોદ કે, ભગતે હું તમ ભેળીયેજી; નાયકજી હે, સવિ સંસારી વાત, વિસારી ઓ પાળીયેજી ૧ નાયકજી હા, દેવ અવર સહુ છાંડી, માયા ધરી તુમ ઉપરેજી; નાયકજી હા, સુજસ સુ છે અખંડ, અપરાધી પણ ઉદ્વરેજ. ૨ નાયકજી હે, મુજ અવગુણ છે અનેક, તે પણ તે મન મત ધરોઇ; નાયકજી હા, વહીયે રાજ વિવેક, ગતિ પડતાં ઉદ્વરેજી. ૩ નાયકજી હે, દાખે નહિ જગદેષ, રાખે લાજ રહ્યા તણીજી; નાયકજી હા, આખે આપણે તેષ, મહેર કરે મોટા ધણજી. ૪ નાયકજી હે, શું કહીયે બહુ વેલ, મેલ મિલાવો મન તણજી; નાયક હે, મેઘ મહા રસપૂર, ઉપજે આનંદ અતિ ઘણોજી. ૫
(૧૨) શ્રી વાસુપૂજ્ય જિન સ્તવન.
(સંજમ રંગ લાગ્યો–એ દેશી.) વાસુપૂજ્ય જિન વંદી, ભાવ ધરી ભગવંત ૨, જિનપતિ જસધારી; દીઠો દેવ દયાળ તે, નયણાં હેજે હસંત રે. જિન. ૧ હરિહર જેણે વશ ક્ય, ઈદ્રાદિક જસદાસ રે, જિન તે મન્મથને મદ હર્યો, તે પ્રભુ કીધે ઉદાસ રે. જિન૦ ૨ મયણ મયણ પરેગાળી, ધ્યાન અનળ બળ દેખરેજિન. કામિની કમળ વયણશું, ચૂક્યો નહિરાઈ રેખ રે. જિન- ૩ નાણ દરિસણ ચરણ તણે, જે ભંડાર જયવંતરે, જિન આપ તરી પર તારવા, તું અવિચળ બળવંત રે. જિન- ૪ મન મેરે તુમ પાખલી, રસીયો ફરે દિન રાત રે, જિન સરસ મેઘને વરસવે રે, નાચે મેર વિખ્યાત રે. જિન ૫