________________
અનાદિ અનન્ત સંસારમાં અનંતા થઈ ગયા છે અને ભવિષ્યમાં અનન્તા થવાના છે. વર્તમાનમાં પણ વીસ તીર્થંકર મહારાજાઓ વિચરે છે. આ પરમ તારકનું સ્વરૂપ વચનાતીત છે. યોગ્ય સામગ્રીના કાલમાં “વર બાધિ” ને પામી “સવિજીવ કરૂં શાસન રસી” આવી ઉત્કટ કેટિની ભાવદયાના સ્વામી બની શ્રી તીર્થકર નામ કર્મની નિકાચના કરી પિતાના વ્યવન, જન્મ, દીક્ષા, કેવલ અને નિર્વાણના ક્ષણમાં નરકના જીને પણ શાતા આપનારા આ તારકની જગતમાં કે જેડી નથી. આવા તારકની ભક્તિ એજ એક આ સંસારથી પાર ઉતરવાને રાજમાર્ગ છે. સંસારથી પાર પામવાના રાજમાર્ગનું સ્થાપન કરનાર, નિષ્કારણું જગવબધુ, જીવમાત્રને અભય આપનારા, લોકાલોકના કાલીક ભાવના જ્ઞાતા, અપૂર્વ અને અજોડ અહિંસા ધર્મના પ્રણેતા, અપ્રતિમ કરૂણાનિધિ જગદગુરૂ શ્રી જિનેશ્વરદેવની ભક્તિ જેઓને નથી રચતી તેઓ ખરેખર આ સંસારનાજ મુસાફરે છે. એ બીચારાઓ મુક્તિના રાજમાર્ગને પામવાની લાયકાત હજુ પામ્યા જ નથી એમ કહેવામાં સહજ પણ અતિશયોક્તિ નથી.
“પૂજ્યની પૂજા કરનારો પૂજક પૂજ્ય બને” એમાં શંકાને અવકાશ જ નથી. પૂજ્યમાં પ્રથમપદે બિરાજમાન શ્રી જિનેશ્વરદેવની ભક્તિ બે પ્રકારે થાય છે. એક દ્રવ્યથી અને બીજી ભાવથી. દ્રવ્યથી ભક્તિ અનેક પ્રકારની છે અને ભાવથી ભકિત એ પરમતારકની આજ્ઞાનું પાલન સ્વરૂપ છે. આજ્ઞા મુજબની શ્રી જિનની ભક્તિ ભવતારક છે, અનંત શાશ્વત અને અનુપમેય સુખની દાતા છે. આરમ્ભ પરિગ્રહથી પર બની પ્રભુમાર્ગના સર્વવિરતિ પંથે વિચરતા આત્માઓ માટે શ્રી જિનેશ્વએ એકલી ભાવભકિત ઉપદેશ છે, જ્યારે