________________
વિભાગ ચોથે-શ્રી સજઝાય સંગ્રહ.
૩૫૫
તિમ બ્રહ્મચારી દેહજ ધોય, સ્ત્રીને દેખી હાલો હાય. જિહાં દેખે તિહાં કરે અભિલાષ, હોયે પંપણ લાજ ને શાખ. ૨૦ ઉપવાસ ઉણાદરી તપ જે કરે, શીયલ વ્રત સાચે મન ધરે, મુખને મૂકે સયલ સવાદ, ગીત વાતને ન સુણે નાદ. ૨૧ એકલે એકલી સ્ત્રીશું વાત, ન કરે નવિ જાયે સંઘાત; વાત કરતાં મન તસ ચળે, તપ જપ સંજમ હેલે ગળે. ૨૨ દેય પુરૂષ ન સુએ એકત્ર, ઈણિ પેરે રાખે શીયલ પવિત્ર છ વરસ હુઆ છ માસ, પિતા ન પઢે પુત્રી પાસ. ૨૩ સાત વરસને પુત્રજ થાય, તેની પાસે ન સૂએ માય; સઘલા જિનની એહી જ ભાષ, બેઈદ્રિય બોલ્યા નવ લાખ. ૨૪ પચંદ્ધિ નવ લાખ પ્રમાણ, મનુષ્ય સંમુછિમ અસંખ્યા જાણું . એવડી હિંસા ભેગી કરે, પાપે પિંડ સદા તે ભરે. ૨૫ અગનિઝાળ સહેતાં સોહલી, શીયલ વાડ ધરતાં દેહલી, તરૂણપણે જે તરૂણી તજે, તેની સેવા સુરનર ભજે. ૨૬ ઈમ નવ વાડે શીલ પાલશે, મનુષ્ય જનમ તે અજવાલશે વિજયભદ્ર શિખામણ કરે, ગર્ભવાસમાં નહિ અવતરે. ૨૭
(૧૮) શીયલ બત્રીસી સજઝાય.
(સમકિતનું મૂળ જાણીયે છ–એ દેશી ) શ્રી નેમીસર જિનતણું જી, સમરી સુંદર નામ; શીયલ ધર્મ મહિમા કહ્યું છે, જોઈ શાસ્ત્ર અભિરામ, સુણે નર! શીયલ વડું સંસાર. સૂવું શીયલ સદા ધરેજી, ધન ધન તે નરનાર. સુણે
૧,