________________
૩૨૨
શ્રી જિનેન સ્તવનાદિ કાવ્ય સંદેહ
વિભાગ ચોથે શ્રી સઝાયસંગ્રહ.
શ્રી નવકાર મંત્રની સઝાય.
(નમો રે નમે શ્રી શેત્રુંજય ગિરિવર–એ દેશી.) શ્રી નવકાર જ મનરંગે, શ્રી જિનશાસન સાર રે, સર્વ મંગલમાં પહેલું મંગલ, જપતાં જય જય કાર . શ્રી. ૧ પહેલે પદ ત્રિભુવન જનપૂજિત, પ્રણમું શ્રી અરિહંત રે, અષ્ટ કર્મ વરજિત બીજે પદ, ધયા સિદ્ધ અનંત રે. શ્રી. ૨ આચારજ ત્રીજે પદ સમરું, ગુણ છત્રીસ નિધાન રે. ચેથે પદ ઉવઝાય જપીજે, સૂત્ર સિદ્ધાંત સુજાણ રે. શ્રી. ૩ સર્વ સાધુ પંચમ પદ પ્રણમું, પંચ મહાવ્રત ધાર રે, નવ પદ અષ્ટ ઈહાં છે સંપદા, અડસઠ વરણ સંભાર રે. શ્રી ૪ સાત અક્ષર અછે ગુરૂ જેહના, એકસઠ લઘુ ઉચ્ચાર રે; સાત સાગરનાં પાતક વણે, પદ પંચાશ વિચાર રે. શ્રી૫ સંપૂરણ પણસય સાગરનાં, જાયે પાતક દૂર રે ઈહ ભવ સર્વ કુશલ મનવાંછિત, પરભવ સુખ ભરપૂર છે. શ્રી. ૬ યેગી સેવન પુરી કીધે, શિવકુમર ઇણે ધ્યાન રે, સર્પ મિટી તિહાં ફુલમાલા, શ્રીમતીને પરધાન રે. શ્રી. ૭ જક્ષ ઉપદ્રવ કરતે વાર્યો, પરચે એ પરસિદ્ધ રે, ચોર ચંડપિંગલ ને હુંડક, પામે સુરતણું અદ્ધિ ૨. શ્રી. ૮ એ પંચ પરમેષ્ઠિ છે જગ ઉત્તમ, ચૌદ પૂરવને સાર રે, ગુણ બેલે શ્રી પદ્યરાજ ગણી, મહિમા જાસ અપાર રે. શ્રી. ૯