________________
ધીમે આ સાહિત્યને સંપાદિત કરી આબાળજનાગ્ય બનાવવાની ઈચ્છા થતાં “શ્રી જિનેન્દ્ર સ્તવનાદિ કાવ્ય સંદેહ” નામનું પચીસ ફર્માનું પુસ્તક પ્રથમ સંપાદન કરવાનું મહત સદ્ભાગ્ય સાંપડયું છે. જેમાં ચેવશી સંગ્રહ નામનો પ્રથમ વિભાગ, બીજો વિભાગ પ્રકીર્ણ સ્તવન સંગ્રહ, ત્રીજે વિભાગ ચૈત્યવન્દને અને સ્તુતિ સંગ્રહ અને ચોથો વિભાગ સ્વાધ્યાય સંગ્રહ, એમ વ્યવસ્થિત કરવામાં આવેલ છે.
આ પુસ્તકના ચોવીસીસંગ્રડ નામના પ્રથમ વિભાગમાં મહામહોપાધ્યાય શ્રી મેઘવિજયજી મહારાજાની ચોવીસી પ્રથમ આપવામાં આવી છે. તેઓશ્રી તપગચ્છમાં થએલા છે અને અકબરપ્રતિબંધક જગદગુરૂ આચાર્ય ભગવાન શ્રી હીરસૂરીશ્વરજી મહારાજાની પરમ્પરામાં થયા છે. એમનું કવિત્વ રોચક અને ભાવવાહી છે. આ કવિએ ભાષામાં રાસાદિ ઘણું સાહિત્ય પદ્યાત્મક રચીને ભાવિ પ્રજાને ઉપકૃત કરી છે. દેવાનંદાયુદય, ચન્દ્રપ્રભા વ્યાકરણ, સપ્તસંધાન મહાકાવ્ય, શ્રી શાન્તિનાથ ચરિત્ર, તત્ત્વગીતા, ધર્મ મંજુષા, યુક્તિપ્રબોધ નાટક, હેમચંદ્રિકા, મેઘદૂતસમસ્યાદિ અનેક ગ્રન્થ રચ્યા છે. એ એમની સંસ્કૃત આદિ ભાષાની પ્રૌઢતાનું પ્રતીક છે. '
ચોવીસી સંગ્રહમાં બીજી ચોવીસી મુનિવર શ્રી કેસરવિમલજીકૃત આપી છે. તેઓએ ચોવીસીના પ્રત્યેક જિનનાં સ્તવનો રચ્યા બાદ ચોવીસે જિનની ભેગી સ્તવના કરતાં ચોવીસીની રચના
ક્યારે કરી વિગેરે જણાવ્યું છે. ૧૭૫૦ ની સાલમાં અને માંગરેલ બંદરે આ વીસીની રચના કરી છે “શાન્તિવિમલ ગુરૂરાયા છે, એના દ્વારા પોતાના ગુરૂનું નામ પણ સૂચિત કર્યું છે.
આ પછી ત્રીજી ચોવીસી મુનિવર શ્રી જસવિજયજી મહારાજાની આપવામાં આવી છે. આ ચાવી મીમાં આદિનાં છ