________________
પર
આ અંકવાળા લોકોને સુંદર વસ્તુઓ પ્રત્યે પ્રેમ હોય છે. એટલે કે તેઓ સૌંદર્યના ચાહક કે પૂજારી હોય છે. તેઓ સંગીત, નૃત્ય, નાટક, ચિત્રકલા તથા શિપના શોખીન હોય છે. જે તેમની આર્થિક સ્થિતિ સારી હોય તો તેઓ કળા અને કળાકારની સારી કદર પણ કરી જાણે છે. તેમને પિલાક સુઘડ, સુંદર અને આકર્ષક હોય છે. તેમનું ઘર અને ઓફિસ કળાત્મક રીતે સુશોભિત કરેલાં હોય છે. તેમનું વ્યક્તિત્વ ઘણું જ પ્રભાવશાળી તથા આકર્ષક હોય છે, બીજાઓ તેમના પ્રત્યે આકર્ષાય છે અને તેમની હાથ નીચેના માણસે તેમને ચાહે છે અને કોઈ કોઈ તે તેમને દેવ જેવા પણ માને છે. આ લોકોને ઘણા મિત્રો હોય છે અને તેઓ જાતે પણ સાચા, વિશ્વાસુ અને વફાદાર મિત્રો પૂરવાર થાય છે. મિત્રતાની બાબતમાં તેમની બરાબરી ૫ અંકવાળા લોકો સિવાય કોઈ કરી શકે તેમ નથી. તેમને મિત્રો તથા સંબંધીઓનું આતિથ્ય તથા સત્કાર કરવામાં ઘણે જ આનંદ આવે છે, તેમને સ્વાદિષ્ટ વાનગીઓ ભાવે છે અને તેવી વાનગીઓ તેમના મિત્રો અને સંબંધીઓને આગ્રહપૂર્વક જમાડવામાં તેમને મજા આવે છે, તેઓ ઉત્તમ પ્રકારના યજમાન હોય છે. તેમને દ્રષ, કુસંપ અને વિસંવાદિતા જરાય ગમતાં નથી. તેમના નિર્ણય અને જનાઓના અમલની બાબતમાં તેઓ ઘણા જ મક્કમ હોય છે. તેઓ કઈ કઈ વખત ઘણું જ જકી અને હઠીલા બને છે, અને સહેજ પણ નમતું જે ખતા નથી કે બાંધ છોડ કરતા નથી. પણ સાચા નેહી કે પ્રેમી આગળ તેઓ ગુલામની માફક વતે છે.
સામાન્ય સંજોગોમાં તે તેઓ ભાગ્યે જ ગુસ્સે થાય