________________
જળની પાછળ પડવા માટે ચેતવણનો સૂર પુરાવે છે. આ એક મૂર્ખાઓના સ્વર્ગ માં જીવનાર, શ્રમ અને રંગીન શાચનાર અને સ્વપ્નાંઓ સેવનાર કે જે ભયને જોયા વિના જાગૃત થતું નથી તેવા મનુષ્યને પ્રતીક છે. તદુપરાંત આ અંક બીજાઓની અસર કે લાગવગથી ખોટા નિર્ણએ કે ચુકાદા દર્શાવે છે. જીવન દરમિયાન આ લોકોએ ચિંતા, અવરોધો, ઉદ્યોગ ધંધામાં મુશ્કેલીઓ તથા નુકસાન, આર્થિક ચઢતીપડતી વગેરેનો સામનો કરવો પડે છે ગણતરી કરતી વખતે જો આ અંક ભાવિ બના માટે આવે તેને ભય સૂચક ગણું જરૂરી છે.
૩૧. ભૌતિક સુખ સંપત્તિની દષ્ટિએ આ અંક ભાગ્યશાળી નથી. આ અંકવાળી વ્યક્તિ આત્મપરાયણ, આત્મ સંતુષ્ટ, એકાંતપ્રિય અને અલગતાવાદી (એટલે કે બીજાઓથી અલગ પડી ગયેલી) હોય છે. આ લોકો પોતાના સિવાય બીજાઓનો વિચાર કરી શકતા નથી અને તેથી તેઓ ઘણું વખત સ્વાથી પણ બને છે. આ અંક વધુ પડતા ખર્ચ, એછી બચત અને ચિંતાઓને ઘાતક છે.
૪૦, આ લોકો પૈસાની બાબતમાં કાળજી વાળા અને સાવચેત હોય છે. તેઓ મુદ્રણકલા (છાપવાનું કાર્ય) તથા સાહિત્યમાં પ્રવીણ હોય છે. તેઓ વ્યવસ્થિત રીતે અને પદધતિસર જીવન જીવે છે. તેઓ કંઈક અંશે ઓછા વાથી અને અન્ય સાથે ઉદારતાથી વર્તનારા હોય છે. તેઓ વેપાર ધંધામાં તથા સાહિત્યની રચનામાં સફળ બની શકે છે. તેઓ હરક વસ્તુને ઓછી ગંભીરતાથી જુએ છે. અને કામમાં થિયા ઢીલા હોય છે. તેઓ પયાનું સારી રીતે રોકાણ કરીને પણ લાભ મેળવી શકે છે.