________________
હુકમને અમલ ઉત્તમ રીતે કરી જાણે છે અને જરૂર પડે આજ્ઞાનું પાલન પણ સારી રીતે કરે છે. બીજાએ તેમની આજ્ઞાઓનું પાલન સારી રીતે કરે તેમ તેઓ ઈરછે છે તથા તેને આગ્રહ રાખે છે. તેઓ તેમની ફરજ ચીવટ અને કાળજીથી અદા કરે છે.
બીજા એક મતે જે આ અંક ભાગ્યાંક હોય તે તે જીવનમાં ઘણું મુશકેલીઓ તથા વિપત્તિઓ ઊભી કરે છે, જે બુધનો અંક ૫ અને શનિને અંક ૮ પ્રબળ અને સાનુકૂળ હોય તો પણ આ ગુરુને એક વ્યક્તિનું જીવન ૩પમા કે ૩૯મા વર્ષ સુધી તો મુશ્કેલીઓ અને ઝંઝાવાતોથી ભરપૂર બનાવે છે.
જે આ અંક જન્મ તારીખમાં આવતો હોય તે તેની વ્યક્તિની માનસિક શક્તિ સારી હોય છે. તેથી તેઓ ઉત્તમ શિક્ષકો, કેળવણીકારો, તત્વચિંતક અને અધ્યાત્મશાસ્ત્રમાં પ્રવીણ બને છે. તેઓ સ્વતંત્ર અને મૌલિક વિચાર ધરાવનારા તથા ઉચ્ચ પ્રકારની માનસિક શક્તિવાળા હોય છે. આ લોકો દેખાવમાં આકર્ષક તથા પ્રભાવશાળી, બુદ્ધિશાળી અને આદરણીય હોય છે. આ લોકો સ્વચ્છ, સુઘડ, સુંદર અને કીમતી વસ્ત્રો પહેરે છે. તેઓ ઘર, ઓફિસ વગેરેના સુશોભનમાં પણ સારો રસ ધરાવે છે. જે કોઈ સ્ત્રીની જન્મ તારીખમાં આ “ક”ને અંક આવતો હોય તો તે ધાર્મિક કે શૈક્ષણિક ક્ષેત્રે જવાબદારીભર્યું સ્થાન શોભાવનારી, પ્રમાણિક અને અંતરાત્માના અવાજને અનુસરીને ચાલનારી હોય છે. આ અંક ઘણો જ આધ્યાત્મિક ગણાય છે. આ લોકો