________________
૨૪૭
મોલિક હોય છે અને તેઓ સુધારક અને કાંતિકારી પણ બને છે. પણ કેઈવખત સમાજ તેમને સમજી શકતા નથી. તેઓ સંધી, ત્રેિ અને તેમના ઉપરી અધિકારીઓને વફાદાર રહે છે. લગ્ન અને પૈસાની બાબતમાં તેઓ ભાગ્યશાળી હોય છે.
સૂચના-આ લાકોએ બીજાઓને પોતાના વિચારના માની લેવાની ભૂલ નહીં કરવી જોઈએ, નહીં તો અન્ય લોકો તેમને ખોટી રીતે સમજશે કે તેમને સમજવામાં ભૂલ કરશે.
_E તેઓ ભૌતિક, માનસિક અને આધ્યાત્મિક શક્તિઓ ધરાવે છે. તેથી તેઓ ભૌતિક બાબતેની સાથેસાથે માનસિક અને આધ્યાત્મિક બાબતોને પણ અગત્યતા આપે છે. એટલે તેમનો સ્વભાવ એકપક્ષી હોવાને બદલે સમતોલન હોય છે. તેઓ ભૂતકાળ કરતાં ભવિષ્ય કાળને વધુ મહત્વ આપે છે તેમને નવીન અને વિવિધ પ્રકારના અનુભવ કરવાનું ગમે છે. તેમના વિચારો અને કાર્યો કઈ કોઈ વખત અસ્થિર અને ચંચળ લાગે છે, છતાં ય તેમની યોજનાઓ સફળ બને છે. તેમના નવા અનુભવ પ્રમાણે તેઓ તેમના મિત્રોનું વર્તુળ બદલતા રહે છે.
સૂચના-(૧) તેઓ હરહંમેશ કામમાં મશગુલ રહે છે. અને તેથી તેમની તબિયત કોઈ કોઈ વખત બગડે છે. તેથી તબિયત જાળવવા તેમણે અવારનવાર સંપૂર્ણ આરામ તે જોઈએ. તથા જવાબદારી અને ચિંતાઓમાંથી મુક્તિ મળવી જોઈએ.