________________
૨૨૭
અંકે તેમના મૂળ અર્થ બદલાતા નથી, પણ તેમના સ્થાન પ્રમાણે જુદી જુદી અસર દર્શાવે છે, પરાકાડાના અંકો સવભાવ બતાવતા નથી પણ અનુભવ તમા બનાવોનો નિર્દેશ કરે છે જન્મ સમયના અસલ નામ અને જીવનપંથ સાથે પરાકાષ્ઠાઓના અંકો નીચે પ્રમાણે વિશિષ્ટ અર્થ અને મહત્વ દર્શાવે છે.
૧. જે તમારો આત્મબળાંક કે મહત્વાકાંક્ષાંક અને પરાકાષ્ઠાને એક સમાન કે એક જ હોય તે તમને ઈચ્છાઓ મહત્વાકાંક્ષાઓ પૂર્ણ કરવા માટે પૂરી તકો મળી રહેશે.
૨. જો તમારો નામાંક કે ભાગ્યાંક તમારા પરાકાષ્ઠાના અંક એટલે જ હોય તે તમને તમારી શક્તિ પ્રમાણે કામ કરવા માટે યોગ્ય સહાય અને સહકાર મળી રહેશે.
૩. જે તમારા જીવનપંથને અંક અને પરાકાષ્ઠાને અંક સરખો હોય તે તમે તમારી પ્રવૃત્તિઓ માટે યોગ્ય અને પૂરતી તકો મેળવી શકશે તથા નવીન વસ્તુઓ ઘણજ સરળતાથી શીખી શકશો.
૪. જો તમારો પરાકાષ્ઠાને અંક તમારા કર્મપાઠના અંક જેટલું હોય તે તે સમય તમારા માટે મુશ્કેલીઓથી ભરપૂર હશે, પણ જો તમે તમારા કમપાઠ શીખીને તથા પચાવીને વતનમાં મૂક્યા હશે તે તમને મુશ્કેલી નહી પડે,