________________
પ્રકરણ ૨૫મું
પરાકાષ્ઠાએ કે સર્વોચ્ચ શિખરે
પરાકાષ્ઠાને અંગ્રેજી પિનેકa (Pinnacle) કહેવામાં આવે છે. પિનેકલ એટલે આપણું જીવનપ્રવાસ દરમ્યાન આવતા જુદા જુદા સમય ગાળાઓના સીમાસ્તંભે તે આપણુ જુદા જુદા સમય ગાળાની સર્વોચ્ચ સિદ્ધિઓની શકયતાઓ સૂચવે છે. તે આપણું જીવનમાં ભવિષ્યમાં કેવા ફેરફારો, બનાવે તથા અનુભવ થશે તેની આગાહી કરે છે.
આપણી ઈચ્છા હોય કે ન હોય તે પણ આપણે જીવનપ્રવાહ પરાકાષ્ઠા-પિનેકલના અંકે સૂચવે તે દિશામાં જ વહે છે. પિનેકલથી થતું ભવિષ્યકથન ઘણું જ ચોક્કસ હોય છે અને આપણે તેનાથી છટકી શકતા નથી. આ પિનેકલ કે પરાકાષ્ઠાઓની આગાહી પ્રમાણે થનારા અણધાર્યા ફેરફાર તથા પરિસ્થિતિઓ માટે આપણે તૈયાર રહેવું જોઈએ. તેની મદદથી આપણે આપણા સ્વભાવમાં વસ્તુઓ અને લેકે માટે થતાં પરિવર્તને તથા આપણું જીવનમાં આવતાં સુખદુઃખ, ચઢતીપડતી વગેરેને સારી રીતે સમજી શકીએ છીએ. જે આપણે ભાવિ બનાવે અને ફેરફારો માટે આગળથી તૈયારી રાખીએ તો આપણે આઘાતજનક અને નુકસાનકારક પરિસ્થિતિમાંથી બચી શકીએ. ભાવિ બનાવેનું પૂર્વજ્ઞાન, તેમને માટેની પૂર્વ