________________
૨૧૭
રાજગાદી છોડવી પડી હતી. તેઓ રાજા હોવા છતાં તેમના ઉપર ઘણી મર્યાદાઓ હતી અને તે મર્યાદાઓ તમને પસંદ ન હતી. તેમણે તેમના પડકાર ૧ પ્રમાણે રાજાના સુખ અને વૈભવ ત્યજીને સ્વતંત્ર રીતે લગ્ન કરવાનું અને જીવન વ્યતીત કરવાનું પસંદ કર્યું હતું. અને આ કાર્યમાં તેમની દઢ ઈચ્છાશક્તિ પણ છૂપી રહી શકતી નથી. તેમણે તેમના અંતિમ ૦ પડકારને પણ જીવનમાં સાર્થક કરી બતાવ્યા હતે. વિશાળ સામ્રાજ્યનું તખ્ત છેડીને તેઓ એક સામાન્ય માનવી બની ગયા હતા. આમાં પણ છે પડકારે સારો ભાગ ભજ હતા.