________________
Rio
પડકારના અકેના અર્થ
૧. તમારે બીજા અને ખાસ કરીને તમારા સંબંધીઓ અને મિત્રો તરફથી તમારી ઈચ્છાઓ અને મહત્વાકાંક્ષાઓની સામે અડચણે અને વિરોધ સહન કરવાના રહેશે. બીજા લોકો તમારી ઉપર સત્તા ચલાવવા કે તમને દબાવવા કેશિષ કરશે. તમે દઢ મનોબળ, હિંમત, મમતા અને ચારિત્રબળ વિકસાવ તથા જીવનનું ચોક્કસ કય નક્કી કરો. તમે હિંમત અને મકકમતાથી આગળ વધો. પણ બીજાઓ સાથે લડાઈકે ઝગડો કરશે નહીં. 'તમારામાં રચનાતમક તથા સર્જનાત્મક શક્તિઓ સુપ્ત
અને અવિકસિત રૂપે રહેલી છે, જે તમે તમારી નબળાઈઓ છે અને ઉણપ દૂર કરશે તે તમારી ઉપરોક્ત શક્તિ રાપરી રીતે વિકસશે.
- ૨. તમે અત્યંત સંવેદનશીલ કે લાગણીશીઢ છે. તેથી જ તમારી લાગણી ઓ સહેજમાં કે નજીવી બાબતમાં દુભાય છે. તમે સહેલાઈથી ભૂતકાળના બનાવો ભૂલી જઈ શકતા નથી તથા બીજાઓને માફ પણ કરી શકતા નથી. તમે સંકુચિત મનના દ્વેષીલા તથા ઝેરીલા પણ બની શકો છે. તમે લઘુતાગ્રંથિવાળા પણ હોઈ શકો છો. તમે આત્મશ્રદ્ધા વિકસાવે. મોટે ભાગે તમે તમારી જાતને જ વિચાર કરતા હો તે બનવાજોગ છે. તેથી તમારા આત્મરત અને આત્મકેન્દ્રી મટીને બીજાઓની લાગણીઓને પણ વિચાર કરવો જોઈએ. તમે ઉચ્ચ પ્રકારના સંસ્કારી અને શિયારી બનો.