________________
૧દર
તમારી તત્પરતા અને તમારી આત્મનિર્ભરતા ઉપર છે. ઝડપી નિર્ણયે લો. તમારા ઘર અને ઓફિસ માટે નવી રીતે તથા પદ્ધતિઓ અજમાવે. આજે શરૂ કરેલી વસ્તુઓ, કાર્યો અને યોજનાઓ ઝડપથી પ્રગતિ કરશે.
સલાહ સૂચને-એવાં કપડાં પહેરો કે જેથી તમે બીજાઓથી જુદા તરી આવે તથા નિરાળા લાગે. પહેરવેશ માટે તમે આજે રીબન, પટ્ટીઓ, પટ્ટા અને દુપટ્ટાઓને ઉપયોગ કરો.
૨. સહકાર, ભલાઈ અને પરેપકાર - તમારું પાછલું લેણું ઉઘરાવવા માટે આ દિવસ સારો છે. દલીલોથી દૂર રહેજે, કારણ કે તેનાથી કંઈ લાભ થવાનો નથી. જનોને વારંવાર સ્વીકાર, એટલે કે બીજા માણસો પણ સાચા હોઈ શકે તેવું દહિટ બિંદુ કેળવજો. તેથી તમને ઘણો ફાયદો થશે. વાતે ઓછી કરો અને બીજાએને ધ્યાનથી સાંભળે. આગેવાની લેવાને બદલે બીજાને અનુસરો. સહિષ્ણુ તથા સારા સ્વભાવના બને. બીજાઓની વાતને ગ્રહણ કરતાં, આવકારતાં કે સમજતાં શીખે ચાર બાજુએ સંવાદિતા ફેલાવે, શાંતિના ચાહક સ્થાપક તથા પ્રચારક બને, કુનેહ અને મુત્સદ્દીગીરીથી તમે મૈત્રીસંબંધો દઢ અને સંવાદી બનાવે. એકઠું કરવા માટે તથા પૃથક્કરણ કરવા માટે આ દિવસ સારો છે.
સલાહ સૂચન-બીનભપકાદાર અને બીજાઓનું ધ્યાન ન ખેંચે તે પોષાક અપના, શાંત, વિનયી, નમ્ર, શરમાળ તથા સંકોચશીલ બને. ઘેરા અને ગંભીર