________________
(
૫
)
**
****
**
*
*
*
******→
*
*
*
*
ગાયન થવા લાગ્યાં, કેસરના છાંટા નાખવા લાગ્યા. ઘેર ઘેરમાં તોરણ બંધાયાં, કેટલાએક રાજાઓની તરફથી દશરથ રાજાને પુત્રના જન્મના વખતે કરભાર આવ્યા– લક્ષ્મી વાસ કરી રહેવાના હેતુથી કમલનું નામ પદમ હોવાથી તેની બરાબરીને માટે તે બાળકનું નામ પદમ રાખ્યું તથા બીજુ રામ એવું નામ પાડયું, - ત્યાર પછી કેટલાએક કાલે પ્રથમની પહેજ બીજી સુમિત્રા નામની દશરથ રાજાની સ્ત્રીને રાતના પાછલા પ્રહરે વાસુદેવના અવતારને સુચન કર. નારા હાથી, સિંહ, સુર્ય, ચંદ્ર, અગ્નિ, લક્ષ્મી, અને સમુદ્ર, એ સાત ૫દાર્થ દીઠામાં આવ્યાં. તે વખતે કોઇએક પરમ મહઈક દેવતા દેવલોકથી ચવીને તેણે સુમિત્રાના ઉદરમાં અવતાર લીધો, માસ પુરા થયા પછી શ્યામવર્ણ, સર્વ લક્ષણ યુકત. તથા જગતના મિત્રરૂપ પુત્રનું જન્મ થયું, તે દિવસે સંપુર્ણ ચિત્યોમાની શ્રી મદહંત પ્રતિમાઓને સ્નાત્ર પુર્વક આઠ પ્રકારની પુજા કરી. તથા સર્વ બંધીવાનોને બંધીખાનામાંથી છોડી મુક્યા. સર્વ જન ના મનમાં પરમ આનંદ ઉત્પન થયો. તેમજ રાજાને પણ મહા આનંદ થયો. માત્ર એટલુ જ નહીં પણ આખી પૃથ્વીને આનંદ થયો. રામના જન્મ ના વખતે જેવો ઉત્સાહ થયા હતા તે કરતાં લક્ષ્મણના જન્મના વખતે આ ધિક ઉત્સાહ કરે, તેનું નામ નારાયણ તથા લક્ષ્મણ રાખ્યું. પછી તે બેઉ ભાઈ આસ્તે આસ્તે વધવા લાગ્યા. રામ તથા લક્ષમણ ખેલતાં ખેલતાં પિતાના બાપ પાસે જઈને તેના ખોળામાં બેસીને તેની મુછ તથા વાળાને ઝાલી ને રમવા લાગ્યા. (એવી બાળકોની રીત છે.) ધાઇઓના પાલાગ પોષણ થકી દિન દિન પ્રત્યે ઉછરવા લાગ્યા. તે વખતે એવા દીઠામાં આવતા હતા કે જાણે રાજાની બીજી બે ભુજાજ હોયની ! એવા બે પુત્રોને દશરથ રાજ જે ઈને મહા આનંદ પામવા લાગ્યા. સભામાં આવે ત્યારે ઘડીકમાં રાજાના ખોળામાં બેસે, ત્યાંથી ઉડીને પાસે બેઠેલા કોઈ પ્રધાનના ખોળામાં જઈ બેસે, વળી ત્યાંથી ઉડીને કોઈ ત્રીજા પુરૂષની પાસે જઈને તેને હસાવે, ત્યાંથી પાછા આવે. એવી રીતે જેની પાસે જાય તેને એવું લાગે કે જાણે અમૃતજ આંગને સ્પર્શ કરતું હેયની! વાસુદેવને પીળાં વસ, તથા રામને નીલાં વસ્ત્ર પહેરયા થકા પાદ પ્રહાર કરી જાણે પૃથ્વીને કંપાયમાન કરતા હેયની ! એવી રીતે ચ૭ કીડા કરવા લાગ્યા. પછી અમે કરી સંપૂર્ણ વિદ્યાને અભ્યાસ કરશે. તે, એવી બુદ્ધિથી સીખવા લાગ્યા કે ગુરૂની ગરજ તો કેવળ નિમિત્ત
****
***
**