SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ - - - - - - - - ( ૯ ) લદી આવીશ. આજથી તું તારા મનમાં કાંઈપણ ખેદ કરજે નહીં. પોતાની સખી સહિત સુખે કરીને રહેજે. રાવણનું કામ કરીને હું જલદી જ પાછો આવીશ. ત્યારે અંજન સુંદરી બેલી, હે નાથ, એ કામ મારા બાહુબલ વડે સિદ્ધજ છે, પણ જે મારા જીવવાની તેમેને ગરજ હેય તો પોતાનું કામ કરીને જલદી પાછા આવજો અને મેં આજે રિતુનું સ્નાન કર્યું છે, તેથી જો મને ગર્ભ રહ્યા, તો દુષ્ટ લોકો મારી ઉપર દોષ આપશે. તે પછી મારી શી વળે થશે? ત્યારે પવનચ કહેવા લાગી કે, હે પીયા, હું પોતાનું કામ ક રીને જલદી જ પાછો આવીશ. પછી દુષ્ટ લોકોને દુષણ દેવાને જગાજ નથી. અથવા આજે મારા આવવાની સુચતા આ મારા નામની વીંટી છે તે તું તારી પાસે રાખ્યું. જ્યારે કામ પડે ત્યારે બતાવજે. એવી રીતે પોતાની સ્ત્રીને સમઝાવીને પિતાના મિત્ર સહિત પવનજય માનસ સરોવર ઉપર ગયો પછી પિતાના સૈન્ય સહિત આકાશ માર્ગે લંકા નગરીમાં જઈને રાવણને નમસ્કાર કરો. ત્યારે તરૂણ સર્ય જેવી કાંતી સહિત રાવણ પોતાના સૈન્ય સહિત પવન નજયને સાથે લઈને પાતાલ લંકામાં વરૂણની નગરી પાસે આવ્યો. આંધ તેજ દિવસે પવનજયની સી અંજનાએ ગર્ભ ધારણ કરે. તે ના પ્રતાપથી તેના સર્વ અવયવ શોભાયમાન દેખાવા લાગીયા. મુખ તથા ગાળા લાલ થવા લાગીયાં. સ્તનોના મુખને રંગ કાલો થતો ચાલ્યો. ગતિ અત્યંત મદ થઈ, નેત્ર સ્વછ નિર્મળ થયાં અને બીજાં પણ તેના શરીર ઉપર કેટલાએક ગર્ભનાં ચિન્હ દીઠામાં આવ્યાં. તે જોઈને તેની સાસુ કેતુમતી ધિક્કાર કરીને તેને કહેવા લાગી કે, હે અંજના, બેઉ કુલને કલંક કરનારૂ તે આ કેવું આચરણ કર્યું છે ! હે પાપિણી, તારે પતિ દેશાંતરે ગયો છતાં તું કેમ ગર્ભવતી થઈ ? મારા પુત્રે તને આજ દિવસ સુધી મુકી છે તે તારો દોષ જોઈને જ મુકી છે, તેનો દોષ કાંઇપણ નથી. તું આવી દુશ્ચારણી છું તે અમે આજ દિવસ સુધી જાણ્યું નહતું. એવી રીતે સાસુના વાવડે નિરાદર પામેલી અંજનાસુંદરીએ વિચાર કરીને પતિના આવવાની નીશાની જે વીંટી, તે કહાડીને બતાવી. તે જોતાં જ લાયમાન થઈ યકી તેના મનની ખાત્રી તો થઈ, તથાપિ તે કળવા ન દેતાં તેને કહેવા લાગી કે, હે પાપિણી, જેણે આજ દિવસ સુધી તારું નામ પણ લીધું નહી તેની સાથે તારો સોગ કેમ હોય ? આ નીશાની બતાવીને અમને ફસાવે છે કે શું ? જે તારા જેવી વ્ય ભિચારિણું સીઓ હોય છે તેઓ એવી ફસાવવાની યુક્તિઓ ઘણું યાદ રાખે છે - -
SR No.032124
Book TitleJain Kavyasara Sangraha
Original Sutra AuthorN/A
AuthorSha Nathalal Lallubhai
PublisherSha Nathalal Lallubhai
Publication Year1882
Total Pages646
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy