________________
www
(૧૫૦ ) કે, “જે કર્મ કર્યું હોય તેનું ફળ કોઈક દિવસે પણ મળે.” એવી સર્વ માણી ઓની સ્થિતિ છે, ઈદ્રથી તે કીડી સુધી સર્વ કર્મધીન છે. એમ તે સા ધુના મુખે સાંભળીને પિતાના દત્તવીર્ય નામના પુત્રને રાજ્ય ઉપર બેસાડીને , દીક્ષા લઈને તથા ઉગ્ર તપ કરીને મોક્ષે ગયે.
કેઈએક સમયે રાવણ મેરૂ પર્વત ઉપર અનંતવર્ય નામના મુનિને વ દના કરવા સારૂ ગયો. ત્યાં જઈને મુનિની વંદના વગેરે કરીને યોગ્ય આસન ઉપર બેઠો. મુનિ ધર્મ દેશના દેવા લાગ્યા, તે અમૃત જેવાં મુનિનાં વચન સાંભળીને રાવણ મનમાં રાજી થયા. વ્યાખ્યાનની સમાપ્તિ થયા પછી રાવણ પુછવા લાગ્યો, હે મહામુનિ, હું કોના હાથથી મરીશ? તે મને કહે. ત્યારે મુનિએ કહ્યું કે હે રાવણ, પરસીના દેવે કરીને વાસુદેવના હાથે તારો મૃત્યુ થશે. તારા દેહાંતની વખતે તું મહા. વિપત્તિમાં પડીશ. એમ સાંભળીને તે મુનિના સામેજ પ્રતિજ્ઞા કરી કે આજથી મારા વિશેની ઈચ્છા રહિત સ્ત્રીની સાથે હું કયારે પણ રમમાણ થવાના નથી. એમ કહીને તથા તે મુનિને નમસ્કાર કરીને પિતાના પુષ્પક વિમાનમાં બેશીને લંકામાં જઈ સુખે રાજ્ય કરવા લાગ્યો.
ईत्याचार्य श्री हेमचंद्र विरचिते
श्री राम लक्षमण चरीत्रे
wwwh~~~~
C
बीजो खंड समाप्त