________________
*
*
*
( ૨૧ ) બિલકુલ ફાવી શકવાના નથી, એવું તેમનું બોલવું સાંળળીને ઇંદ્ર રાજાએ જવાનું આળસ કરવું. પછી યમ રાજાને સુરસંગીતક નામનું નગર આપ્યું. પિતે પાછા નગરમાં આવીને રાજ્ય કરવા લાગ્યો. આંઇ રાવણે કિર્ડિંધાનું રાજ્ય આદ્દિત્યરજને આપ્યું. તણું કક્ષરજને કલપુર નામના નગરનું રાજ્ય ગાદીએ બેસાડ્યો. ત્યાર પછી પોતાના ભાઈઓ સહિત રાવણ લંકામાં જઈને પિતાના વડીલોનું સંપાદેલું રાજ્ય કરવા લાગ્યો.
આદિત્ય રજની સ્ત્રી ઇંદુમાલિનીના ઉદરથી એક વાલી નામને મહા બ ળવાન પુત્ર પેદા થયો. તે દરરોજ ચારે સમુદ્રની પ્રદક્ષિથી કરીને ચેત્યોની વંદના કરવા લાગ્યો. કેટલાએક કાળ વીત્યા પછી તેને બીજો સુગ્રીવ નામનો પુત્ર થશે. તથા શ્રી પ્રભા નામની એક કન્યા થઈ. કક્ષરજની સ્ત્રી હરિકાંતાના પેટે નલ તથા નીલ એ બે પુત્ર થયા. કેટલાએક કાળ પછી આદિત્યરાજ રા
એ પિતાના વાલી નામના પુત્રને મહા પરાક્રમી તથા બળશાલી જાઈને તેને રાજ્ય સોંપી પોતે દીક્ષા લઇ તપ કરીને મેણે ગયો. પછી વાલીએ પોતાના સુગ્રીવ નામના નાના ભાઈને ન્યાયતંત, તથા મહા પરાકણી જાણીને તેને હૈ વરાજ્ય ઉપર રાખ્યો. ને પોતે સુખવડે રાજ્ય કરવા લાગ્યો.
લંકાનો રાજા રાવણ ચૈત્યવંદન કરવા સારૂ મંદોદરી સહિત હાથી ઉપર બેસીને મેરૂપર્વત ઉપર ગયો. પછવાડે દુષણ નામના વિદ્યાધરની સી મેઘપ્રભાનો પુત્ર ખર નામે વિદ્યાધર રાવણની બેન ચુદ્રનખા (સુર્પનખા)ને હરણ કરીને પાતાલ લંકામાં ગયો. ત્યાં આદિત્યરાજને પુત્ર ચંદિર નામનો રાજા રાજ્ય કરતો હતો તેને કહાડીને ત્યાનું રાજ્ય પોતે કરવા લાગ્યો. તે વૃત્તાંત રાવણ સાંભળીને મહા કોપાયમાન થયો થકો તે ખરવિદ્યાધરને મારવા સારૂ જવાની તૈયારી કરતી વેળાએ તેને મંદોદરી કહેવા લાગી કે, હે પતિ, આ આ ભલતા વખતે કેધ કે? એ કન્યા કોઈને આપવાની તો હતી. ત્યારે તે પિતે રાજી ખુશીથી પરણું તે શું અયોગ્ય છે? દુષણને પુત્ર ખરવિદ્યાધર થી મહા પરાક્રમી છે, માટે તે ચંદ્રનખાને ચોગ્ય છે. તેથી હવે પ્રધાનોને મોકલીને તેને રાજી ખુશીથી પરણાવી દેવાથી કીરત્તિ થશે. અને તેને તે પાતાલ લંકાનું રાજ્ય કરવા દે. એવાં મંદરીનાં નીતિનાં વાકયો સાંભળીને રાવણ વિચાર કરે છે, એટલામાં કુંભકર્ણ તથા ખિભીષણે પણ કહ્યું કે, એ કામને વાતે ષ ન કરવો તે ભલું છે. પછી રાવણે મય તથા મારીચ એ | બે વિદ્યાધરને ખરવિદ્યાધર પાસે મોકલીને તેની સાથે ચંદ્રનખાનું લગ્ન કરાવ્યું.