________________
(૪)
પુસ્તક પ્રકાશનના કાર્યમાં પ્રેરક-સમ્પાદક તરીકે પૂ. યુગ પ્રભાવક આચાર્યદેવ શ્રીમદ્ વિજય કીર્તિચંદ્રસૂરીશ્વરજી મ.ના અંતેવાસી પ્રવર્તક પૂ મુનિરાજ શ્રી હરીશભદ્ર વિજયજી મહારાજે અમને જે પિતાના અનુભવનું પાથેય આપ્યું છે. તે માટે તેઓશ્રીના અત્યંત ત્રણ છીએ સાથો સાથ પ્રાચીન અલભ્ય સાહિત્યને પુન: પ્રકાશમાં લાવવાની ભાવના સેવનાર પં. નાનાલાલ ઘેલાભાઈ (દાદર)ને તથા અનામી સહાયકને સસ્થા આભાર માને છે. બીજી આવૃત્તિ અંગે.
તીથકર પરમાત્માની સામુદાયિક આરાધના (૧) સહસ્ત્ર કુટની પદ્ધતિથી (૨) ઉત્કૃષ્ટ ૧૭૦ તીર્થંકર ભ. ની (૩) મૌન અગ્યારસના પવિત્ર દિવસે ૧૫૦ માળા દ્વારા (૪) ૧૨૦ કલ્યાણક તપના આલંબનથી (૫) ૯૬ જિન (૬) ૭૨ જિન (૭) ૨૪ તીર્થકર (૮) ૨૦ વિહાર માન અને (૯શાશ્વતા-જિન આદિથી જ્યારે પણ કરવા પ્રેરાઓ ત્યારે આ બોલ નજર સામે રાખી વિવિધ ભાવની વૃદ્ધિ કરવા વાચક પુરૂષાર્થ કરશે અને સંગ્રહનો ફાયદો ઉઠાવશે તેવી આશા છે.
પ્રકાશક
પ્રાપ્તિસ્થાન :નવજીવન ગ્રંથમાળા (ગારીઆધાર) ટ્રસ્ટ વિદ્યાપીઠ ભવન, ૫૦૭ મહાત્મા ગાંધી રોડ, મુલુન્ડ (વે) મુંબઈ-૮૦.