SearchBrowseAboutContactDonate
Page Preview
Page 630
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપયોગી જાણવા યોગ્ય સંગ્રહ પીવાની માત્ર ઈચ્છા જ કરે છે તે અતિક્રમ જે સ્થાનકે પાણી હોય તે સ્થળે જાય તે વ્યતિક્રમ. પાણી પીવા માટે વાસણમાંથી પ્યાલો ભરી મુખ આગળ ધરે પણ પીએ નહિ તે અતિચાર. પણ જ્યારે તે નિડરપણે ચઉવિહાર હોવા છતાં પાણી પીએ ત્યારે તે અનાચાર કહેવાય છે. = દાન દુષિત કરનારા કારણો | ૧ અનાદરથી આપવું, ૨ ઘણી વાર લગાડીને આપવું, ૩ વાંકું મોં રાખીને આપવું, ૪ અપ્રિય વચન સંભળાવીને આપવું, પ આપ્યા પછી પશ્ચાતાપ કરવો. 5 દાનને શોભાવનારાં કારણો SE. ૧ આનંદના આંસુ આવે, ૨ રોમાંચ ખડા થાય. ૩ બહુમાન પેદા થાય, ૪ પ્રિય વચન બોલે, પ આપ્યા પછી અનુમોદન કરે. દાન નહિ આપવાનાં છ લક્ષણો : ૧ આપવું પડે એટલે આંખો કાઢે, ૨ ઉંચુ જુએ, ૩ આડી આડી વાત કરે. ૪ વાંકું મોટું કરીને બેસે. ૫ મૌન ધારણ કરે. દ આપતાં આપતાં ઘણો સમય લગાડે. 5 તીર્થકર અનંત બળના ઘણી કહેવાય છે તે શી રીતે તે જણાવે છે , ઘણા માણસને પહોંચી શકે તે એ એક યોદ્ધો કહેવાય, ૧૨ યોદ્ધાનું બળ ૧ બળદમાં હોય છે, ૧૦ બળદનું ૧ ઘોડામાં હોય છે, ૧૨ ઘોડાનું બળ ૧ પાડામાં છે, ૧૫ પાડાનું બળ એક હાથીમાં હોય છે, ૫૦૦ હાથીનું બળ ૧ સિંહમાં હોય છે, ૨૦૦૦ સિંહનું બળ ૧ અષ્ટાપદ પક્ષીમાં હોય છે, ૧૦,૦૦૦૦૦ (૧૦ લાખ) અષ્ટાપદનું બળ ૧ બળદેવમાં હોય ૫૯૯
SR No.032082
Book TitleNarendra Nauka
Original Sutra AuthorN/A
AuthorVidyutprabhashreeji
PublisherSuthari Jain Sangh
Publication Year1996
Total Pages642
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy