________________
ઉપયોગી જાણવા યોગ્ય સંગ્રહ ૭ ઉપાસકદશાંગ સૂત્ર:- આનંદાદિ દશ શ્રાવકોના ચરિત્રો
.
૮ અંતગડદશાંગ સૂત્ર :- અત્તકૃત્ સિદ્ધોનું અને કૃષ્ણ મહારાજાએ, તેમના પુત્ર-પૌત્રોએ તથા ચંદનબાલા અને શ્રેણિક મહારાજાએ કરેલ વિવિધ તપનું વર્ણન છે.
૯ અનુત્તરોવવાઈ સૂત્ર :- પન્નાજી, સુનક્ષત્ર તથા જાલી, મયાલી અને ઉવાલી વિગેરે સંયમ આરાધી સર્વાર્થસિદ્ધનું સુખ પામ્યા તેનું વર્ણન છે.
૧૦ પ્રશ્નવ્યાકરણાંગ સૂત્ર :- પ્રભુએ આપેલ જીવાજીવાદિ પદાર્થના પશ્નરૂપ તથા આશ્રવ અને સંવરનું સુંદર વર્ણન છે.
૧૧ વિપાકાંગ સૂત્ર :- કર્મના પરિણામથી સુખ-દુઃખ ભોગવી ક્યા આત્મા ઉત્તમગતિ પામ્યા તેનું વૈરાગ્યમય વર્ણન છે.
ક ૧૪ બાર ઉપાંગ 5 ૧ ઉવવાઈ સૂત્ર :- કોણીક મહારાજા શ્રી ભગવંતનો ચંપાનગરીમાં પ્રવેશ કરાવે છે, તેનું વર્ણન કરેલ છે.
૨ રાજપ્રશ્રયસૂત્ર :- સૂર્યાભદેવ રૂપે થયેલ પ્રદેશ રાજાના જીવે પ્રભુ સન્મુખ કરેલું બત્રીશ પ્રકારના નાટકનું વર્ણન આવે છે.
૩ જીવાભિગમ સૂત્ર :- જીવાજીવાદિ પદાર્થનું, નંદીશ્વર દ્વીપના પ્રાસાદનું અને વિજયદેવે કરેલ પ્રભુપૂજાનું સુંદર વર્ણન છે.
૪ પન્નવણાસૂત્ર :- વેદ, લેશ્યા, આહાર વિગેરે છત્રીશ પદોનું વિસ્તારથી વર્ણન છે.
૫ સૂર્યપ્રજ્ઞપ્તિસૂત્ર:- સૂર્ય સંબંધી વર્ણન વિસ્તારથી છે.
દ જંબૂઢીપપ્રજ્ઞપ્તિ સૂત્ર :- જંબૂદ્વીપના પદાર્થનું વિસ્તારથી તથા ઈન્દ્ર કરેલ પ્રભુપૂજાનું વર્ણન છે.
૭ ચંદ્રપ્રજ્ઞપ્તિસૂત્ર :- ચંદ્ર સંબંધી અને જ્યોતિષની ગતિ આદિનું વિસ્તારથી વર્ણન કરેલ છે.
પ૭૩