________________
અહંદ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા ૮ વશિત્વ સિદ્ધિ - સિંહાદિક દૂર જંતુઓ પણ વશ થઈ જાય એ બધી પ્રાપ્તિ તપ ઘર્મથી થાય.
ક સમય-તક E
રોજ પ્રભાતે આટલું વિચારો આખા દિવસના કેટલા કલાક આહારપાણી વાપરવામાં, નિદ્રામાં અને બીજી પ્રવૃતિમાં જાય છે? અને કેટલા કલાક સત્કાર્ય, સદ્વિચાર, જ્ઞાન-ધ્યાન અને પ્રભુસ્મરણમાં જાય છે? આ જમા ઉધાર સાચા હશે તો તમારો ઉદ્ધાર નિશ્ચિત છે.
5 બાર માસના લોકોત્તર નામો 5 ૧ પ્રિતિવર્ધન (કારતક) ૭ કુસુમસંભવ (વૈશાખ) ૨ શ્રેયાંસ (માગશર) ૮ નિદાઘ (જયેષ્ઠ) ૩ શિવ (પોષ) ૯ વનવિરોધ (અષાઢ) ૪ શિશિર (મહા) ૧૦ અભિનંદી (શ્રાવણ) ૫ હેમંત (ફાગણ) ૧૧ પ્રતિષ્ઠિત (ભાદરવો) ૬ વસંત (ચૈત્ર) ૧૨ વિજય (આસો)
ક સજ્જનોની સજ્જનતા : સંભવ છે કે કોઈક માણસ માટે તમે ઘણું સહન કર્યું હોય એની નાદાની માટે, તરંગો માટે, એના સાચા કે મિથ્યા દુઃખને નિવારવા માટે, તમે તમારી સુંદર વસ્તુઓનો કે મૂલ્યવાન સમયનો ભોગ આપ્યો હોય.
કેવળ એના પ્રત્યેની સહાનુભૂતિ ને અનુકંપાથી પ્રેરાઈ, એને સાંત્વના આપવા ખાતર જ એની મૂર્ખતાને, નાદાનીને ‘ભાવના' જેવા હળવા શબ્દમાં ગોપવી હોય, જે વસ્તુને તમે ખોટી માનતા હો, એના પ્રત્યેની એની અચિર આસક્તિને કારણે જ એના જીવનમાં ઉભા થયેલાં મૂઢ દુઃખોની ઘાવ પરંપરાને પણ તમે કશો તિરસ્કાર કર્યા વિના રૂઝાવવાનો પ્રયાસ કર્યો હોય, કેવળ એનું