________________
અર્હદ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા (૫) ગૌતમ વિરહ
તો શું પ્રિત બંધાણી જગતગુરુ, તો શું પ્રીત બંધાણી; વેદઅરથ કહી મો બ્રાહ્મણકું, ખિણમેં કીધો નાણી. જ૦ ૧ બાલક પર મેં જે જે પૂછ્યું, તે ભાખ્યું હિત આણી; મુજકાલાને કોણ સમજાવે, તો બીન મધુરીવાણી. જ૦ ૨ વયણ સુધારસ વરસી વસુધા, પાવન ખેત સમાણી; નર નાકી તિરિ પ્રમોદિત બેધિત, તો બિન ગુણમણી ખાણી. જ૦ ૩ કીસ કે પાઉં પરૂં અબ જાઈ, કીનકો પકડું પાની; કુણ મુજ ગોયમ કહી બોલાવે, તો સમ કુણ વખાણી. ૪૦ ૪ અઈમત્તો આયો મુજ સાથે, રમતો કાચલ પાણી; કેવલ કમલા ઉસકું દીની, યાહી કીરિત નહિ છાની. જ૦ ૫ ચઉદ સહસ અણગારમાં મોટો, કીનો કાંહું પીછાની; અંતિમ અવસર કરુણા સાગર, ક્રૂરે ભેજ્યો જાણી. જ૦ ૬ કેવલ ભાગ ન માગત સ્વામી, રહત ન છેડો તાણી; બિચમેં છોડ ગયે શિવમંદિર, લોકમાં હોત કહાણી. જ૦ ૭ ખામી કછું ખિજમતમેં કીની, તાકી યાહી કમાણી; સ્વામીભાવ લહે સુસેવક, યાહી વાત નિપાની. જ૦ ૮ વીતરાગ ભાવે ચેતનતા, અંતર મૂર્તિ ઠરાણી; ખીમાવિજય જિન ગૌતમગણધર, જ્યોતિસે જ્યોતિ મિલાણી.
૪૦ ૯
(૧) સામાન્ય જિન સ્તવન (રાગ-ઓધવજી સંદેશો કેજો મારા નાથ ને) વિનતડી મનમોહન માહરી સાંભળો, હું છું પામર પ્રાણી નીપટ અબુઝ જો; લાંબું ટુંકું હું કાંઈ જાણું નહિ, ત્રિભુવનનાયક તારા ઘરનું ગુંઝ જો. વિનતડી ૧
૨૬૮